Site icon

Diabetes Drug: ડાયાબિટીસની દવા હવે હૃદય અને કિડની માટે પણ ફાયદાકારક, જાણો રિસર્ચ માં શું થયો ખુલાસો

Diabetes Drug: નવા રિસર્ચમાં ખુલાસો થયો છે કે 'સોટાગ્લિફ્લોઝિન' (Sotagliflozin) માત્ર બ્લડ શુગર નહીં, પણ હૃદય અને કિડનીને પણ સુરક્ષા આપે છે

Diabetes Drug Sotagliflozin Shows Promise for Heart and Kidney Protection

Diabetes Drug Sotagliflozin Shows Promise for Heart and Kidney Protection

News Continuous Bureau | Mumbai

Diabetes Drug: ડાયાબિટીસ, હૃદય અને કિડની જેવી લાંબી ચાલતી બીમારીઓ માટે હવે એક નવી દવા આશા નું  કિરણ બની છે. ‘સોટાગ્લિફ્લોઝિન’ (Sotagliflozin) નામની દવા, જે INPEFA તરીકે ઉપલબ્ધ છે, હવે માત્ર બ્લડ શુગર નિયંત્રિત કરવા માટે નહીં, પણ હૃદય અને કિડનીને પણ સુરક્ષિત રાખવા માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. SCORED ટ્રાયલમાં આ દવા દ્વારા 38% ઓછું કિડની નુકસાન અને 23% ઓછું હૃદય સંબંધિત જોખમ જોવા મળ્યું છે.

Join Our WhatsApp Community

સોટાગ્લિફ્લોઝિન’  કેમ છે ખાસ?

આ દવા SGLT1 અને SGLT2 બંને પ્રોટીનને બ્લોક કરે છે, જે શરીરમાં ગ્લુકોઝ (Glucose) અને સોડિયમ (Sodium)ના શોષણ માટે જવાબદાર છે. અન્ય દવાઓ કરતાં આ દવા વધુ અસરકારક છે કારણ કે તે ડ્યુઅલ એક્શન ધરાવે છે. SCORED ક્લિનિકલ ટ્રાયલમાં 10,000થી વધુ દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ટાઈપ 2 ડાયાબિટીસ, હૃદય અને કિડનીની સમસ્યા ધરાવતા લોકોનો સમાવેશ થયો હતો.

FDA દ્વારા મંજૂરી અને ઉપયોગ

અમેરિકાની FDA દ્વારા ‘સોટાગ્લિફ્લોઝિન’ ને INPEFA નામથી મંજૂરી મળી ગઈ છે. આ દવા હૃદયની સમસ્યાઓથી મૃત્યુના જોખમને ઘટાડે છે અને હાર્ટ ફેલ્યૂર માટે હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા પણ ઓછી કરે છે. ખાસ કરીને એવા દર્દીઓ માટે ઉપયોગી છે જેમને ડાયાબિટીસ, કિડની અને હૃદયની ત્રિપલ સમસ્યા હોય.

આ સમાચાર પણ વાંચો : Lymphoma Cancer: ગળામાં દેખાય છે લિમ્ફોમા કેન્સર ના લક્ષણો, જાણો શું છે તેની સારવાર

લાબું અને આરોગ્યદાયક જીવન માટે આશા

રિસર્ચ ટીમનું માનવું છે કે ‘સોટાગ્લિફ્લોઝિન’ જેવી દવાઓ ટાઈપ 2 ડાયાબિટીસ અને ક્રોનિક કિડની ડિસીઝ  માટે સારવારનો નવો અધ્યાય ખોલી શકે છે. આ દવા દર્દીઓને ગંભીર જટિલતાઓથી બચાવી શકે છે અને લાંબી તથા આરોગ્યદાયક જીવન જીવવાની તક આપી શકે છે. આવનારા સમયમાં વધુ રિસર્ચ સાથે આ દવા વૈશ્વિક સ્તરે ઉપયોગી બની શકે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Spinach Juice: હાડકાં બની જશે ‘લોખંડ’ જેવા મજબૂત! એક અઠવાડિયા સુધી રોજ પીવો આ જ્યૂસ, મળશે અદભુત ફાયદા
Ginger for Weight Loss: પેટની ચરબી ઓગાળવી છે? રસોડા નો આ ‘મસાલો’ છે રામબાણ ઇલાજ! હેલ્ધી ડાયટ સાથે તેનો કરો આ રીતે ઉપયોગ
High-Protein Foods: 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે મસલ્સ રિકવરી માટે આ છે શ્રેષ્ઠ હાઈ પ્રોટીન ફૂડ્સ
Basil Seeds: હેલ્થ એક્સપર્ટ એ જણાવ્યા તકમરીયા ના મોટા ફાયદા, વજન ઘટશે અને હાર્ટ રહેશે હેલ્ધી
Exit mobile version