News Continuous Bureau | Mumbai
Weight Loss: 2022માં વિશ્વભરમાં 250 કરોડથી વધુ લોકો વધારે વજન (Overweight) અને 89 કરોડ લોકો ઓબેસિટી (Obesity)થી પીડિત હતા. 1990 પછીથી ઓબેસિટી દરમાં બેવડી અને કિશોરોમાં ચારગણી વૃદ્ધિ થઈ છે. તંદુરસ્ત જીવનશૈલી માટે ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સે એક સરળ અને અસરકારક ફોર્મ્યુલા રજૂ કર્યો છે – 3-3-3 ફોર્મ્યુલા, જેનાથી વજન ઘટાડવામાં સહાય મળી શકે છે.
શું છે 3-3-3 ફોર્મ્યુલા?
આ ફોર્મ્યુલા ત્રણ મુખ્ય તત્વો પર આધારિત છે:
- દિવસમાં ત્રણ વખત સંતુલિત ભોજન
- દરેક ભોજનમાં ત્રણ પોષક તત્વો – પ્રોટીન (Protein), કાર્બોહાઈડ્રેટ (Carbohydrate), અને ફળ/શાકભાજી
- અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ કલાક વ્યાયામ (Exercise)
આ નિયમોનું પાલન કરવાથી શરીરનું વજન નિયંત્રિત રહે છે અને તંદુરસ્તી જળવાઈ રહે છે.
આ સમાચાર પણ વાંચો : Botulism: શું બ્રોકોલી પણ બની શકે છે જીવલેણ ? 52 વર્ષીય વ્યક્તિના મૃત્યુ બાદ આ દેશે આખો જથ્થો પાછો મંગાવ્યો
આહારમાં સુધારાની જરૂર
હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારું ડાયટ સુધારવું જરૂરી છે. ભલે તમે ફળ અને શાકભાજી ખાઓ, પણ જો તમે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ (Ultra Processed Food) પણ ખાઓ છો તો વજન ઓછું કરવું મુશ્કેલ બની શકે છે. આ ફૂડમાં આર્ટિફિશિયલ ફ્લેવર, કલર અને પ્રિઝર્વેટિવ હોય છે, જે આરોગ્ય માટે હાનિકારક છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)