Site icon

Warts: શરીર પર થતા મસ્સાઓ ની ના કરશો અવગણના, જાણો કેમ થાય છે અને શું છે તેનો ઉપચાર

Warts: મસ્સા માત્ર સૌંદર્ય નહીં, પણ વાયરસના કારણે થતી ત્વચાની સમસ્યા છે, સમયસર સારવાર જરૂરી છે

Don't Ignore Warts on Your Body Know Why They Appear and How to Treat Them

Don't Ignore Warts on Your Body Know Why They Appear and How to Treat Them

News Continuous Bureau | Mumbai

Warts: ઘણા લોકો શરીર પર દેખાતા નાના મસ્સાઓ (Warts)ને સામાન્ય માનીને અવગણે છે, પણ આ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. મસ્સા હ્યુમન પેપિલોમા વાયરસ (HPV)ના કારણે થાય છે, જે ત્વચાની ઉપરની સપાટીમાં પ્રવેશી ત્વચા ના કોષોને ઝડપથી વધારવા માટે પ્રેરિત કરે છે. આ વાયરસ નાના કટ  થી શરીરમાં પ્રવેશી શકે છે અને પછી શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે.

Join Our WhatsApp Community

મસ્સા થવાનું મુખ્ય કારણ: HPV વાયરસ

મસ્સા થવાનું મુખ્ય કારણ હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) છે. આ વાયરસના 100થી વધુ પ્રકારો છે, અને દરેક પ્રકાર અલગ-અલગ પ્રકારના મસ્સા (Warts) પેદા કરે છે. સામાન્ય રીતે મસ્સા ખુરદરા, કઠોર અને ત્વચાની ઉપર ઊભા દેખાય છે. ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ (Immunity) ઓછી હોય ત્યારે આ વાયરસ વધુ અસરકારક બને છે.

મસ્સાના પ્રકાર અને લક્ષણો

મસ્સા ત્રણ મુખ્ય પ્રકારના હોય છે:

  1. સાધારણ મસ્સા (Common Warts) – હાથ અને આંગળીઓ પર દેખાય છે.
  2. પ્લાન્ટર મસ્સા (Plantar Warts) – પગના તળિયે થાય છે અને ચાલવામાં દુખાવો આપે છે.
  3. ફ્લેટ મસ્સા (Flat Warts) – ચહેરા, હાથ અને પગ પર નાના અને ચીકણા હોય છે.
    આ મસ્સા સામાન્ય રીતે હાનિકારક નથી, પણ દુખાવો અને ખંજવાળ (Itching) જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Sleep: જરૂરથી વધુ ઊંઘ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક, જો તમે પણ 9 કલાક થી વધુ ઊંઘતા હોવ તો થઇ જાઓ સાવધાન

મસ્સા નો ઉપચાર અને તકેદારી

મસ્સા નો ઉપચાર શક્ય છે. બજારમાં ઓવર-દ-કાઉન્ટર ક્રીમ અને દવાઓ ઉપલબ્ધ છે, પણ ડૉક્ટરની સલાહથી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. ત્વચા વિશેષજ્ઞ ક્રાયોથેરાપી (Cryotherapy), ઇલેક્ટ્રોકોટરી (Electrocautery) અને લેસર થેરાપી (Laser Therapy) દ્વારા મસ્સા દૂર કરી શકે છે. બાળકોમાં આ વાયરસ ઝડપથી ફેલાય છે, તેથી જો કોઈ નવા મસ્સા દેખાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Matsyasan Yoga Pose: મત્સ્યાસન આસન એક, લાભ અનેક, બેલી ફેટ ઘટાડવા અને અસ્થમા ના દર્દીઓ માટે લાભદાયક છે આ આસન
Healthy Diet Tips: ભૂલથી પણ સવારે ખાલી પેટે ન ખાશો આ ૫ ડ્રાયફ્રૂટ્સ, ફાયદાને બદલે થઈ શકે છે નુકસાન
Dengue Alert: ડેન્ગ્યુના દર્દીઓ માટે પેનકિલર દવા લેવી બની શકે છે ગંભીર સ્થિતિનું કારણ
Diabetes Drug: ડાયાબિટીસની દવા હવે હૃદય અને કિડની માટે પણ ફાયદાકારક, જાણો રિસર્ચ માં શું થયો ખુલાસો
Exit mobile version