News Continuous Bureau | Mumbai
સારા સ્વાસ્થ્ય માટે માત્ર ખોરાક અને પાણી જ જરૂરી નથી, પરંતુ ઊંઘ પણ એટલી જ જરૂરી છે. દરેક પુખ્ત વ્યક્તિએ દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. મોટાભાગના લોકો સૂતી વખતે કોઈને કોઈ વ્યક્તિ સાથે બેડ શેર કરે છે. એક પરિણીત યુગલ પણ એક જ પલંગ પર સૂઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈની સાથે સૂવાથી તમારી ઊંઘ પર કેટલી ખરાબ અસર પડી શકે છે. જો તમે પણ તમારો બેડ કોઈની સાથે શેર કરો છો તો આ સમાચાર ચોક્કસ વાંચો.
એક અહેવાલ મુજબ, ડોક્ટર કરણ રાજને એક સાથે સૂતા કપલ્સને ચેતવણી આપી છે. તેઓ કહે છે કે જો તમારો પાર્ટનર રાત્રે સૂતી વખતે નસકોરાં લે છે અથવા બેડ પર અહીં-ત્યાં વધુ મૂવ કરે છે, તો તમારે તેમનાથી અલગ સૂવું જરૂરી છે. કારણ કે, તેમની આ હરકતને કારણે તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે, જે સ્વાસ્થ્ય માટે સારી નથી.
ગાઢ નિદ્રામાં જવામાં થાય છે પરેશાની
ડોક્ટર્સનું કહેવું છે કે, જો તમે તમારા પાર્ટનરની આ હરકતોથી પરેશાન છો તો રાત્રે બેડ શેર ન કરો. કારણ કે તેનાથી ‘રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ’માં જવાની સમસ્યા થઈ શકે છે, જે ગાઢ ઊંઘની સ્થિતિ છે. પાર્ટનરની આ ક્રિયાઓ તમને ગાઢ નિંદ્રામાં જતા અટકાવી શકે છે. સુન્દરલેન્ડ યુનિવર્સિટીમાં સર્જન અને લેક્ચરર તરીકે કામ કરતા ડોક્ટર કરણે જણાવ્યું છે કે, દરેક વ્યક્તિની ઊંઘની સાઇકલ અલગ-અલગ હોય છે. જો કે, પૂરતી ઊંઘ લેવી દરેક માટે જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો : બુધ દેવ થવા જઈ રહ્યા છે અસ્ત, આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ
શરીરનું વધી જાય છે તાપમાન
કોઈની સાથે બેડ શેર કરવાથી પણ શરીરનું તાપમાન વધે છે. આ જ કારણ છે કે તમને ગરમી લાગે છે અને સમય પહેલા ઊંઘ તૂટી શકે છે. સારી ઊંઘ માટે તમારા શરીરનું તાપમાન સામાન્ય હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે, ઊંચા કે નીચા તાપમાનને કારણે ઊંઘમાં ખલેલ પહોંચે છે.