News Continuous Bureau | Mumbai
Neem Leaf Water: શરીરથી ટૉક્સિન દૂર કરવા અને લિવર ને સ્વસ્થ રાખવા માટે લીમડા ના પાન નું પાણી એક પ્રાકૃતિક ઉપાય છે. એક એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર, લીમડા ના પાનમાં રહેલા ઔષધીય ગુણો શરીરને અનેક રોગોથી બચાવે છે. રોજ સવારે ખાલી પેટે આ પાણી પીવાથી લિવર ડિટોક્સ થાય છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે.
આ સમાચાર પણ વાંચો : Vitamin B12 Deficiency: હાર્ટ એટેક જ નહીં, વિટામિન B12ની ઉણપમાં પણ દેખાય છે આ લક્ષણ
લિવર માટે કેમ છે લીમડા ના પાન ફાયદાકારક?
- લીમડા ના પાનનું પાણી લિવરમાં રહેલા ટૉક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે
- ડાયાબિટીસ પેશન્ટ માટે પણ લાભદાયક
- લિવર સંબંધિત બીમારીઓના જોખમને ઘટાડે છે
- શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ
ગટ હેલ્થ અને ઓરલ હેલ્થ માટે પણ લાભદાયક
- બ્લોટિંગ (Bloating), કબજિયાત (Constipation), પેટ દુખાવા જેવી સમસ્યાઓ દૂર કરે
- પાચનતંત્રને મજબૂત બનાવે છે
- મોઢાની સ્વચ્છતા અને દુર્ગંધ દૂર કરવા માટે પણ ઉપયોગી
- ઓરલ હેલ્થ (Oral Health) સુધારવામાં મદદરૂપ
કેમ અને કેવી રીતે બનાવવું લીમડા ના પાનનું પાણી?
- થોડા લીમડા ના પાનને સારી રીતે ધોઈ લો
- એક પેનમાં પાણી અને પાન નાખી ઉકાળો
- પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળવું
- ઠંડું થયા પછી ગાળી ને પીવું
- રોજ સવારે ખાલી પેટે પીવાથી વધુ લાભ મળે
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
Join Our WhatsApp Community