News Continuous Bureau | Mumbai
Dry Fruits for Fatty Liver આજની અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, બહારનું ખાવાની આદત અને વધતા તણાવને કારણે ‘ફેટી લિવર’ ખાસ કરીને નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) ની સમસ્યા ઝડપથી વધી રહી છે. લિવરમાં વધુ પડતી ચરબી જમા થવાથી ભવિષ્યમાં ગંભીર બીમારીઓ થઈ શકે છે. જોકે, નિષ્ણાતોના મતે યોગ્ય ખાનપાન અને ડ્રાય ફ્રૂટ્સના સેવનથી લિવરને ફરીથી હેલ્ધી બનાવી શકાય છે.
અખરોટ (Walnuts): લિવર માટે એન્ટી-ઓક્સિડન્ટનો ખજાનો
અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટી-ઓક્સિડન્ટ હોય છે. તેમાં રહેલા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો લિવરમાં જમા થયેલી ચરબીને ઘટાડવામાં અને લિવરના એન્ઝાઇમ્સને સુધારવામાં મદદ કરે છે. અખરોટને તમે સવારે નાસ્તામાં અથવા રાત્રે સૂતા પહેલા ખાઈ શકો છો.
બદામ અને પિસ્તા: ચયાપચયને બનાવશે મજબૂત
બદામ (Almonds): બદામમાં વિટામિન E, ફાઈબર અને હેલ્ધી ફેટ હોય છે. તે ઓક્સિડેટીવ સ્ટ્રેસ ઘટાડે છે અને બેડ કોલેસ્ટ્રોલ (LDL) ને ઓછું કરવામાં મદદ કરે છે. સવારે નાસ્તાની સાથે પલાળેલી બદામ ખાવી સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
પિસ્તા (Pistachios): પિસ્તા ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને લિવર ફેટ ઘટાડવામાં મદદ મળે છે. તેને વર્કઆઉટ પહેલા કે પછી ખાઈ શકાય છે.
આ સમાચાર પણ વાંચો : BMC Election: મુંબઈમાં ચૂંટણી પહેલા પૈસાનો વરસાદ! દેવનારમાં ફ્લાઈંગ સ્ક્વોડની મોટી કાર્યવાહી,અધધ આટલા કરોડની રોકડ જપ્ત
પેકન નટ્સ (Pecan Nuts): લિવર સેલ્સનું કરશે રક્ષણ
પેકન નટ્સમાં હેલ્ધી ફેટ અને વિટામિન E હોય છે, જે લિવરના સોજા ઘટાડવામાં અને લિવર સેલ્સને નુકસાન થતા બચાવવામાં મદદ કરે છે. બપોરે સલાડમાં નાખીને અથવા સવારે હળવી ભૂખ લાગે ત્યારે પેકન ખાઈ શકાય છે. આ ડ્રાય ફ્રૂટ્સ મેટાબોલિઝમ સુધારવામાં અત્યંત અસરકારક સાબિત થાય છે.
