News Continuous Bureau | Mumbai
Sunflower Seeds: ફિટ અને હેલ્ધી રહેવા માટે આપણે અનેક વસ્તુઓ ખાઈએ છીએ, પણ ઘણીવાર એવી નાની વસ્તુઓને અવગણીએ છીએ જે ખરેખર ખૂબ ફાયદાકારક હોય છે. એવી જ એક વસ્તુ છે – સૂર્યમુખી બીજ. આ નાના બીજોમાં છુપાયેલું છે પોષણ અને આરોગ્યના અનેક લાભોનું રહસ્ય.
હ્રદય અને વાળ માટે લાભ દાયક
સૂર્યમુખી બીજમાં વિટામિન E અને હેલ્ધી ફેટ્સ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે. આથી હ્રદય વધુ મજબૂત બને છે અને હાર્ટ એટેકનો ખતરો ઘટે છે. આ બીજમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ ત્વચાને યુવાન અને ચમકદાર રાખે છે. વાળની જડોને મજબૂતી આપે છે અને વાળને ઘણા અને ચમકદાર બનાવે છે.
તણાવ અને ચિંતા દૂર કરે
આ બીજોમાં રહેલું મેગ્નેશિયમ તણાવ ઘટાડે છે અને મગજને શાંત રાખે છે. નિયમિત સેવનથી મૂડ સુધરે છે અને ઊંઘ સારી આવે છે.સૂર્યમુખી બીજમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે, જે હાડકાં અને મસલ્સને મજબૂત બનાવે છે.સૂર્યમુખી બીજમાં રહેલા વિટામિન B અને મિનરલ્સ શરીરને ઊર્જા આપે છે. ખાસ કરીને બપોરે થતો થાક દૂર કરવા માટે આ એક નેચરલ એનર્જી બૂસ્ટર છે.
આ સમાચાર પણ વાંચો : Morning Walk vs Post-Dinner Walk: સવારે ચાલવું કે રાત્રે જમ્યા પછી નું ચાલવું જાણો બે માંથી કયું વધારે છે ફાયદેમંદ
ડાયટમાં કેવી રીતે સામેલ કરશો?
- નાસ્તામાં: દહીં, ઓટ્સ કે દલિયામાં મિક્સ કરો
- સ્નેક તરીકે: હલ્કા શેકી ને સીધા ખાઓ
સલાડમાં: ક્રંચ માટે ટોપિંગ તરીકે વાપરો
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)