Site icon

કામનું / બદલાતી ઋતુમાં તાવ, શરદી, ઉધરસથી બચવા માટે આ 5 ફળોનું કરો સેવન, ઈમ્યુનિટી થઈ જશે બૂસ્ટ

જો તમે શરદી, ફ્લૂ અને અન્ય ચેપથી બચવાના ઉપાયો શોધી રહ્યા છો, તો તમારે તમારા ડાયટમાં આ 5 ઈમ્યુનિટી વધારનારા ફળોનો સમાવેશ કરવો જ જોઈએ.

કામનું / બદલાતી ઋતુમાં તાવ, શરદી, ઉધરસથી બચવા માટે આ 5 ફળોનું કરો સેવન, ઈમ્યુનિટી થઈ જશે બૂસ્ટ

News Continuous Bureau | Mumbai

Fruits to boost immunity: શિયાળાના અંત સાથે જ વસંત ઋતુની શરૂઆત થાય છે, જેના કારણે તાપમાનમાં ઘણી વધઘટ થાય છે. આવી સ્થિતિમાં લોકો વાયરલ તાવ, સામાન્ય શરદી, ઈન્ફલ્યુએન્ઝા, પેટ ફ્લૂ અને એલર્જી જેવી અનેક બીમારીઓનો શિકાર બની રહ્યાં છે. આ નબળી ઈમ્યુનિટીને કારણે થાય છે. તેથી, તમારી ઈમ્યુનિટીની કાળજી લેવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમારા શરીરની ઈમ્યુનિટીને મજબૂત કરવા માટે ડાયટમાં મોસમી ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જરૂરી છે. જો તમે શરદી, ફ્લૂ અને અન્ય ચેપથી બચવાના ઉપાયો શોધી રહ્યા છો, તો તમારે તમારા ડાયટમાં આ 5 ઈમ્યુનિટી વધારનારા ફળોનો સમાવેશ કરવો જ જોઈએ. હેલ્ધી ડાયટ ફોલો કરવાનો પ્લસ પોઈન્ટ એ છે કે તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.

Join Our WhatsApp Community

ચેરી

ચેરી એનર્જીને બૂસ્ટ, ઊંઘની ગુણવત્તા સુધારવા અને આપણા મગજને આરામ આપવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં અને લોહીમાં યુરિક એસિડ ઘટાડવામાં પણ મદદ કરે છે.

સ્ટ્રોબેરી

વસંતઋતુ માટે સ્ટ્રોબેરી સૌથી સારો ફળ છે. તે એન્ટીઓકિસડન્ટોમાં ખૂબ સમૃદ્ધ હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, સ્ટ્રોબેરી હેલ્ધી વેઈટ જાળવવામાં મદદ કરે છે.

બ્લેકબેરી

બ્લેકબેરીમાં કેલરી કેલેરી કાઉન્ટ ઓછું હોય છે અને તે ફાઈબર, વિટામિન્સથી ભરપૂર હોય છે. બ્લેકબેરી મગજના સ્વાસ્થ્ય માટે સારું છે. વધુમાં, બ્લેકબેરી શરીરના મેટાબોલિઝ્મને તેજ કરવા અને ડાયાબિટીસના લક્ષણોને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

આ સમાચાર પણ વાંચો :  Post Office એટલે કે ઈન્ડિયા પોસ્ટમાં 40889 જગ્યાઓ માટે અરજી કરવાની આજે છેલ્લી તક છે, આવતીકાલથી કરેક્શન વિન્ડો ખુલશે

નારંગી

નારંગી એ કોષોને નુકસાનથી બચાવવા, શરીરને આયર્ન ઓબ્ઝર્વ કરવામાં અને એનિમિયા સામે લડવામાં મદદ કરવા માટે એક આદર્શ ફળ છે. નારંગીમાં વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

પપૈયા

પપૈયું એક સ્વાસ્થ્યવર્ધક ફળ છે જે IBS અથવા પાચન સંબંધી સમસ્યાઓ માટે ખૂબ જ અસરકારક છે. પપૈયા વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી.

Thyroid and Perfume: પર્ફ્યુમ વાપરનારા સાવધ: ગરદન પર સ્પ્રે કરવાથી થાઈરોઈડ ગ્રંથિને થઈ શકે છે નુકસાન; જાણો તેના આ કુદરતી વિકલ્પો.
Benefits of Arjun Bark Water: અર્જુનની છાલનું પાણી હૃદય માટે છે વરદાન: હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પર મેળવો કાબૂ; જાણો પીવાની સાચી રીત અને કેટલા દિવસ સેવન કરવું.
Sweating and Health: શું તમને પરસેવો નથી વળતો? તો સાવધાન! પરસેવો પાડવો એ શરીર માટે કુદરતી વરદાન છે, જાણો તેની પાછળનું વિજ્ઞાન.
Pomegranate Peel Tea Benefits શું તમે પણ દાડમની છાલ ફેંકી દો છો? આજથી જ ડબ્બામાં ભરી રાખજો! જાણો તેની અદભૂત ચા બનાવવાની રીત અને હેલ્થ બેનિફિટ્સ
Exit mobile version