Site icon

Heatwave: હીટવેવ સામે રક્ષણ.. કાળઝાળ ગરમીમાં લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું.. જાણો એક ક્લિકમાં..

Heatwave: હીટવેવ અને લૂ થી રક્ષણ મેળવવા વારંવાર પાણી પીવું જરૂરી: આહારમાં તીખુ, વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળવું હિતાવહ

Frequent drinking of water is essential to protect against heatwave and loo Avoiding spicy, high protein and stale food in the diet is imperative.

Frequent drinking of water is essential to protect against heatwave and loo Avoiding spicy, high protein and stale food in the diet is imperative.

News Continuous Bureau | Mumbai 

Heatwave:  ભારે ગરમીને ધ્યાનમાં લેતા જરૂરી તકેદારી રાખવાથી હીટવેવ અને લૂ ( loo ) થી બચી શકાશે. હીટવેવથી રક્ષણ મેળવવા માટે બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ પ્રમાણમાં ( Hydration ) પ્રવાહી પીવા જોઈએ. જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, તાજા ફળો અને શાકભાજી ખાવા, તીખુ ખાવાનું ટાળો, તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો,  ચા કોફી અને સોડા વાળા પીણાં પર નિયંત્રણ રાખો. 

Join Our WhatsApp Community

        બહાર જતી વખતે છત્રી, ટોપી, કે સ્કાર્ફ સાથે રાખવું, લાંબો સમય તડકામાં ન રહેવું, આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં, કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ, અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો અને નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

આ સમાચાર  પણ વાંચો: Mutual Funds: ચૂંટણી અને બજારમાં અસ્થિરતા વચ્ચે ક્યા મ્યુચ્યુલ ફંડ યોગ્ય છે? રોકાણ વખતે શું કાળજી લેવી જોઈએ?..

          લૂ લાગવાના લક્ષણોમાં ( loo symptoms ) ગરમીની અળાઈઓ, ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી,  માથાનો દુ:ખાવો,ચક્કર આવવા, ચામડી લાલ-સુકી અને ગરમ થઈ જવી, સ્નાયુઓમાં દુ:ખાવો અને અશક્તિ આવવી, ઉબકા અને ઉલ્ટી થવીનો સમાવેશ થાય છે. ઉપરાંત જરૂરી સારવાર માટે નજીકનાં સરકારી દવાખાના CHC,PHC,UHC નો સંપર્ક કરવો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sunflower Seeds: તમે પણ તમારા નાસ્તા માં સામેલ કરો એક મુઠ્ઠી સૂર્યમુખી બીજ, મળશે એવા ફાયદા કે આ આદત છોડવી નહીં ગમે!
Morning Walk vs Post-Dinner Walk: સવારે ચાલવું કે રાત્રે જમ્યા પછી નું ચાલવું જાણો બે માંથી કયું વધારે છે ફાયદેમંદ
Neem Leaf Water: રોજ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર લીમડા ના પાનનું પાણી, લિવર થશે નેચરલી ડિટોક્સ, જાણો તેને બનાવવા અને પીવાની રીત
Vitamin B12 Deficiency: હાર્ટ એટેક જ નહીં, વિટામિન B12ની ઉણપમાં પણ દેખાય છે આ લક્ષણ
Exit mobile version