News Continuous Bureau | Mumbai
Health Alert: આજકાલ ઘણા લોકો પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવે છે, પણ શું તમે જાણો છો કે આ રીતે પાણી પીવું તમારા આરોગ્ય માટે જોખમભર્યું બની શકે છે? ઘણા ડોક્ટર ના જણાવ્યા મુજબ પ્લાસ્ટિકની બોટલમાં રહેલો બિસ્ફેનોલ A (BPA) અને નાનોપ્લાસ્ટિક્સ (Nanoplastics) શરીરમાં હોર્મોનલ ફેરફાર અને કેન્સર (Cancer) જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.
પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાથી શું નુકસાન?
- BPA એ એસ્ટ્રોજન (Estrogen) જેવો હોર્મોન છે, જે શરીરમાં હોર્મોનલ અસંતુલન લાવે છે
- નાનોપ્લાસ્ટિક્સ આંતરડાં, લોહી અને મગજ સુધી પહોંચી શકે છે
- ગરમ તાપમાનમાં બોટલ રાખવાથી કેમિકલ્સ વધુ ઝડપથી પાણીમાં ભળી જાય છે
- એકવાર વપરાયેલી બોટલ ફરીથી વાપરવાથી બેક્ટેરિયા અને કેમિકલ્સ એકઠા થાય છે
બાળકો માટે વધુ જોખમ
શિશુઓને પ્લાસ્ટિકની બોટલમાંથી દૂધ પાવડાવવું પણ જોખમભર્યું છે. BPA અને બીજાં કેમિકલ્સ તેમના મગજના વિકાસ અને IQ સ્તર પર અસર કરી શકે છે. અભ્યાસો દર્શાવે છે કે આ કેમિકલ્સ નર્વસ સિસ્ટમના વિકાસ માટે જવાબદાર જીન્સમાં ફેરફાર લાવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Chocolate and Candy: ચોકલેટ અને કેન્ડી છે બાળકો માટે મીઠું ઝેર? જાણો શું હોય છે અંદર અને શું થાય છે નુકસાન
સુરક્ષિત વિકલ્પ: શું વાપરવું?
- ગ્લાસ બોટલ (Glass Bottle): રિસાયકલ કરી શકાય અને કોઈ કેમિકલ નથી
- સ્ટેનલેસ સ્ટીલ (Stainless Steel): ટકાઉ અને BPA-મુક્ત
- એલ્યુમિનિયમ બોટલ (Aluminum Bottle): હલકી અને રિસાયકલ કરી શકાય
- કાર્ડબોર્ડ પેકેજિંગ: બાયોડિગ્રેડેબલ અને પર્યાવરણ માટે અનુકૂળ
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)