News Continuous Bureau | Mumbai
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની ઋતુમાં અખરોટ આરોગવી હિતાવહ છે .
- અખરોટને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવામાં આવે તો અતિઉત્તમ સાબિત થાય છે.
- દૂધ અને અખરોટને મિક્સ કરી પીવાથી તેની અંદર રહેલા પોષક તત્વોના ગુણ મગજને તેજ અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.
- અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે.
- અખરોટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને ફેનોલિક એસિડ હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે. આ ઉપરાંત આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે, જે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.
- અખરોટમાં મેલાટોનિન હોય છે જે સ્ટ્રેસ અને ટેન્શન ઘટાડે છે. તેનાથી સારી ઊંઘ આવે છે.
- અખરોટમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, અખરોટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
આ સમાચાર પણ વાંચો: બ્યુટી ટિપ્સ : શું તમને શિયાળામાં ચામડી સુકાવાના કારણે ચીરા પડવાની સમસ્યા છે ? તો અજમાવો આ ઉપાય..
જોકે કોઈપણ વસ્તુના બે પાસા હોય છે. અખરોટનું જો વધુ પડતું સેવન કરવામાં આવે તો નુકસાન થઈ શકે છે.
- દિવસના બે થી ત્રણ જ અખરોટ આરોગવા જોઈએ ઉનાળામાં બે જ ને શિયાળામાં ત્રણ સુધી આરોગી શકાય.
- અખરોટથી એલર્જી થવી એ સામાન્ય બાબત છે.
- અખરોટનું વધુ સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેમ જ વજન પણ વધી શકે છે.
- અખરોટમાં ફાઇબર વધુ પ્રમાણમાં હોય છે. નાના બાળકો ઘણી વખત ચાવ્યા વગર જ અખરોટ ઉતારી દે છે તો બાળકોમાં અપચાની સમસ્યા ઊભી થઇ શકે છે, તેથી તેનો પાવડર કે પાણીમાં પલાળીને કે ક્રશ કરીને જ આપવી.