જો વધુ પડતા અખરોટનું સેવન કરવામાં આવે તો થઈ શકે છે આ સમસ્યા, જાણો 1 દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઇએ?

by kalpana Verat
health benefits and side effect of walnut

News Continuous Bureau | Mumbai

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની ઋતુમાં અખરોટ આરોગવી હિતાવહ છે . 

  • અખરોટને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવામાં આવે તો અતિઉત્તમ સાબિત થાય છે.
  • દૂધ અને અખરોટને મિક્સ કરી પીવાથી તેની અંદર રહેલા પોષક તત્વોના ગુણ મગજને તેજ અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. 
  • અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. 
  • અખરોટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને ફેનોલિક એસિડ હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે. આ ઉપરાંત આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે, જે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.
  • અખરોટમાં મેલાટોનિન હોય છે જે સ્ટ્રેસ અને ટેન્શન ઘટાડે છે. તેનાથી સારી ઊંઘ આવે છે.
  • અખરોટમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, અખરોટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

આ સમાચાર પણ વાંચો: બ્યુટી ટિપ્સ : શું તમને શિયાળામાં ચામડી સુકાવાના કારણે ચીરા પડવાની સમસ્યા છે ? તો અજમાવો આ ઉપાય..

જોકે કોઈપણ વસ્તુના બે પાસા હોય છે. અખરોટનું જો વધુ પડતું સેવન કરવામાં આવે તો નુકસાન થઈ શકે છે. 

  • દિવસના બે થી ત્રણ જ અખરોટ આરોગવા જોઈએ ઉનાળામાં બે જ ને શિયાળામાં ત્રણ સુધી આરોગી શકાય.
  • અખરોટથી એલર્જી થવી એ સામાન્ય બાબત છે.
  • અખરોટનું વધુ સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેમ જ વજન પણ વધી શકે છે. 
  • અખરોટમાં ફાઇબર વધુ પ્રમાણમાં હોય છે. નાના બાળકો ઘણી વખત ચાવ્યા વગર જ અખરોટ ઉતારી દે છે તો બાળકોમાં અપચાની સમસ્યા ઊભી થઇ શકે છે, તેથી તેનો પાવડર કે પાણીમાં પલાળીને કે ક્રશ કરીને જ આપવી. 
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More