Site icon News Continuous Bureau | Mumbai

Health Study। ખર્ચ વગર ફિટ રહેવાનો રામબાણ ઈલાજ; રોજિંદી આ નાની એક્ટિવિટી ૮ મોટી બીમારીઓ સામે આપશે સુરક્ષા કવચ!

Health Study।એક મેગેઝીન માં પ્રકાશિત નવા સંશોધનમાં મોટો દાવો, કલાકો સુધી પરસેવો વહાવવાને બદલે નાની પણ ઝડપી શારીરિક પ્રવૃત્તિઓ લાંબુ આયુષ્ય આપશે.

Health Study। ખર્ચ વગર ફિટ રહેવાનો રામબાણ ઈલાજ; રોજિંદી આ નાની એક્ટિવિટી ૮ મોટી બીમારીઓ સામે આપશે સુરક્ષા કવચ!

Health Study। ખર્ચ વગર ફિટ રહેવાનો રામબાણ ઈલાજ; રોજિંદી આ નાની એક્ટિવિટી ૮ મોટી બીમારીઓ સામે આપશે સુરક્ષા કવચ!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Health Study। તંદુરસ્ત શરીર અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે સારો ખોરાક અને નિયમિત વ્યાયામ બંને ખૂબ જ જરૂરી છે. પરંતુ આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ પાસે જીમમાં જઈને કલાકો સુધી પરસેવો વહાવવાનો સમય હોતો નથી. જો તમે પણ જીમમાં ગયા વગર પોતાની જાતને ફિટ અને નિરોગી રાખવા માંગો છો, તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં થયેલા એક વૈજ્ઞાનિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસ દરમિયાન કરવામાં આવતી માત્ર થોડી જ મિનિટોની હાઈઈન્ટેન્સિટી વર્કઆઉટ (ઝડપી શારીરિક પ્રવૃત્તિ) તમને ગંભીર અને જીવલેણ રોગોના જોખમથી બચાવી શકે છે.

યુકે (UK) બાયોબેંકના 96 હજારથી વધુ લોકોના હેલ્થ ડેટાના વિશ્લેષણમાં થયો ખુલાસો

પ્રખ્યાત મેડિકલ જર્નલ માં પ્રકાશિત થયેલા આ સંશોધનના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે. ચીનની સેન્ટ્રલ સાઉથ યુનિવર્સિટીના ઝિયાંગ્યા સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના મુખ્ય સંશોધક મિનક્સ્યુ શેનના જણાવ્યા અનુસાર, આ સંશોધન માટે બ્રિટનની ‘બાયોબેંક’ (Biobank) માંથી 96,400 થી વધુ લોકોના સ્વાસ્થ્ય ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિસર્ચ દરમિયાન આ તમામ લોકોના કાંડા પર આખો અઠવાડિયો ‘એક્સેલરોમીટર’ નામનું ડિવાઈસ બાંધવામાં આવ્યું હતું, જેણે તેમની નાની પણ ઝડપી શારીરિક પ્રવૃત્તિઓનો સચોટ હિસાબ રાખ્યો હતો.

હાઈ-ઈન્ટેન્સિટી વર્કઆઉટ (High-Intensity Workout) અકાળ મૃત્યુનું જોખમ ઘટાડે છે

આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે સ્વસ્થ રહેવા માટે કલાકો સુધી સતત કસરત કરવાની બિલકુલ જરૂર નથી. દિવસભરના સામાન્ય કામો વચ્ચે પણ જો નાની-નાની પણ ઝડપી ગતિવાળી શારીરિક પ્રવૃત્તિઓ કરવામાં આવે તો તે પૂરતી છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારી બસ કે ટ્રેન પકડવા માટે અચાનક ઝડપથી દોડો છો અને તેનાથી તમારી શ્વાસ ફૂલવા લાગે છે અથવા હૃદયના ધબકારા વધી જાય છે, તો આ નાની પ્રવૃત્તિ પણ શરીર માટે વરદાન સમાન સાબિત થાય છે. આ પ્રકારની એક્ટિવિટી અકાળ મૃત્યુના જોખમને ઘણી હદ સુધી ઘટાડી દે છે.

હાર્ટ એટેક, સ્ટ્રોક અને લિવર-કિડની સહિતના 8 ગંભીર રોગો સામે રક્ષણ મળશે

સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે રોજિંદા જીવનમાં આવી ઝડપી પ્રવૃત્તિઓ કરવાથી મુખ્યત્વે 8 ગંભીર રોગોથી બચી શકાય છે. આ બીમારીઓમાં મુખ્યત્વે હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક, આર્થરાઈટિસ (ગઠિયો વા), ડિમેન્શિયા (ભૂલી જવાની બીમારી), લિવર સંબંધિત રોગો અને કિડનીની ગંભીર બીમારીઓનો સમાવેશ થાય છે. તેથી, જો તમે જીમમાં નથી જઈ શકતા તો નિરાશ થવાની જરૂર નથી. તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરો અને જ્યારે પણ સમય મળે ત્યારે થોડી મિનિટો માટે એવી પ્રવૃત્તિ કરો જેનાથી હૃદયના ધબકારા વધે. આ નાની આદત તમને લાંબા સમય સુધી રોગમુક્ત રાખશે.

👉 આ સમાચાર વાચો:
Mumbai। ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ૩ સોશિયલ મીડિયા યુઝર્સ સામે ગુનો દાખલ, જુહુ પોલીસ એક્શનમાં

Milk Tea vs Black Tea Health Comparison દૂધવાળી ચા કે બ્લેક ટી, સ્વાસ્થ્ય માટે કઈ વધારે ફાયદાકારક? જાણો પાચન, વજન અને હૃદય પર થતી અસર
Coconut Water vs Buttermilk નાળિયેર પાણી કે છાસ? હાઇડ્રેશન અને ઠંડક માટે કયો વિકલ્પ વધુ ફાયદાકારક? જાણો બંને વચ્ચેનો તફાવત
Health Benefits Of Rajgira માત્ર ઉપવાસમાં જ કેમ? ૧૪ દિવસ રોજ રાજગરો ખાઈ જુઓ શરીરમાં દેખાશે એવા ચમત્કાર કે ડોક્ટર પણ ચોંકી જશે!
Duck Walk Benefits For Weight Loss વજન ઘટાડવું છે? તો રોજ સવારે કરો ‘ડક વૉક’ થોડા દિવસમાં જોવા મળશે ફરક
Exit mobile version