Site icon

Health Tips: શું તમને પણ વારંવાર ભૂલવાની બીમારી છે? તો આ સુપરફૂડ્સ ડાયટમાં જરૂરથી કરો સામેલ

Health Tips: તણાવ અને ખોટી લાઇફસ્ટાઇલના કારણે યાદશક્તિ ઘટી રહી છે, આ ફૂડ્સ દિમાગને તંદુરસ્ત અને સક્રિય રાખે છે

Health Tips: Forgetfulness Becoming Common? Include These 4 Superfoods to Boost Brain Power

Health Tips: Forgetfulness Becoming Common? Include These 4 Superfoods to Boost Brain Power

News Continuous Bureau | Mumbai

Health Tips: આજકાલની દોડધામભરી જિંદગીમાં તણાવ, ઊંઘની ઉણપ અને ખોટા ખોરાકના કારણે વારંવાર વસ્તીઓ ભૂલવી સામાન્ય બની ગઈ છે. માત્ર વૃદ્ધો નહીં, પણ યુવાનોમાં પણ આ સમસ્યા વધી રહી છે. જો તમે પણ ચાવી ક્યાં મૂકી, કે કોઈ મહત્વની તારીખ ભૂલી જાઓ છો, તો આ ચેતવણીરૂપ છે. દિમાગ  ને તંદુરસ્ત અને સક્રિય રાખવા માટે યોગ્ય આહાર ખૂબ જ જરૂરી છે.

Join Our WhatsApp Community

અખરોટ : દિમાગ માટે શ્રેષ્ઠ

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન E ભરપૂર હોય છે. આ તત્વો દિમાગની કોષિકાઓના વિકાસ અને કાર્ય માટે જરૂરી છે. અખરોટ યાદશક્તિ સુધારે છે અને અલ્ઝાઈમર જેવી બીમારીઓના જોખમને ઘટાડી શકે છે.

બદામ: શતાબ્દીઓથી માન્ય સુપરફૂડ

બદામમાં વિટામિન E, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. વિટામિન E દિમાગની કોષિકાઓને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. રોજ સવારે પલાળેલી બદામખાવાથી યાદશક્તિ અને શીખવાની ક્ષમતા સુધરે છે.

આ સમાચાર પણ વાંચો : New Blood Pressure Guidelines: હવે 120/80 પણ નોર્મલ બ્લડ પ્રેશર નથી ગણાતું: જાણો પ્રેશર વિશે ની નવી ગાઇડલાઇન શું થયા ફેરફાર

કોળાના બીજ અને ડાર્ક ચોકલેટ: દિમાગ માટે પાવર પેક

કોળા ના બીજ (Pumpkin Seeds)માં મેગ્નેશિયમ, ઝિંક, કોપર અને આયર્ન હોય છે, જે દિમાગના સંચાર અને કાર્યક્ષમતા માટે જરૂરી છે. ડાર્ક ચોકલેટ (Dark Chocolate)માં ફ્લેવોનોઇડ્સ અને કેફીન હોય છે, જે દિમાગમાં રક્ત પ્રવાહ વધારતા હોય છે. જો કે તેનો ઉપયોગ મર્યાદિત જ રાખવો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Black pepper water: શરદી-ઉધરસ ની દવા: કાળી મરીનું પાણી પીવાથી પેટની સમસ્યાઓ થશે દૂર, જાણો તેના અદ્ભુત ફાયદા.
Winter Weight Loss: શિયાળામાં વજન ઘટાડવા માટે દરરોજ પીવો આ જ્યૂસ, મળશે અનેક ફાયદા
Fennel Water: માખણની જેમ પીગળી જશે ગોળમટોળ પેટમાં જામેલી ચરબી, રોજ સવારે ઉઠીને પીઓ વરિયાળીનું પાણી
Vitamin D Deficiency: ઇમ્યુનિટી થઈ રહી છે નબળી, મન પણ ઉદાસ? ક્યાંક આ વિટામિનની કમી તો નથી?
Exit mobile version