Site icon

Health Tips : સીડીઓ ચડવામાં હાંફી જવાય છે,આ હોઈ શકે છે કારણ જાણો ફીટ રહેવાના ઉપાયો

Health Tips :સીડીઓ ચડવામાં થાક લાગે છે તો તમે કેટલાક ઉપાયો અજમાવી શકો છો જેના કારણોસર તમને ફાયદો મળી શકે છે.

Overcome Breathlessness While Climbing Stairs with These Helpful Tips

Overcome Breathlessness While Climbing Stairs with These Helpful Tips

 News Continuous Bureau | Mumbai
Health Tips : ભાગદોડ અને વ્યસ્ત જીવનમાં મોટાભાગના લોકો તેમના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપી શકતા નથી. જેના કારણે શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. વર્તમાન યુગમાં આહાર અને શારીરિક નિષ્ક્રિયતાને કારણે લોકો અંદરથી નબળા થવા લાગ્યા છે. આ જ કારણ છે કે લોકો સીડીઓ ચઢવા ને બદલે લિફ્ટનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, કારણ કે બે-ચાર સીડીઓ ચઢતા જ તેમના શ્વાસ ફુલવા લાગે છે અને હૃદયના ધબકારા પણ વધી જાય છે

આ કારણ છે જવાબદાર

ઘણી વાર એવું બને છે કે આપણે થોડી સીડીઓ ચઢતા જ હાંફવા માંડીએ છીએ, આ કોઈ સામાન્ય સંકેત નથી, તેની પાછળ બીજા ઘણા કારણો છુપાયેલા હોઈ શકે છે. તેનું સૌથી મોટું કારણ શરીરમાં પોષક તત્વો અને ઉર્જાનો અભાવ પણ માનવામાં આવે છે.જો કે, ઘણી વખત લોકો પોષક તત્વો મેળવ્યા પછી પણ શરીરની થોડી પ્રવૃત્તિ કરી થાકી જાય છે, જે આંતરિક રોગની નિશાની પણ હોઈ શકે છે. તેની પાછળનું કારણ નિંદ્રા,માનસિક બીમારી અને એનિમિયા હોઈ શકે છે, જેના કારણે તે વહેલા થાક લાગી જાય છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Poet Kalapi: Kavi Kalapi death Anniversary :સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે કવિ કલાપી,જાણો તેમના આજના દિવસે તેમણે દુનિયાને કહી હતી અલવિદા

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

જો તમે થોડી સીડીઓ ચડ્યા પછી થાકી જાઓ છો, તો તે કોઈ ગંભીર બીમારીની નિશાની નથી, પરંતુ કેટલાક લોકો માટે તે ખૂબ જોખમી હોઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે સીડીઓ ચઢતી વખતે થાક અનુભવો છો, તો તમારે નીચે આપેલી કેટલીક બાબતોનું પાલન કરવું જોઈએ.

-તમારા શરીરનું વજન સામાન્ય કરતા વધારે ન થવા દો.
-સૂવાનો અને જાગવાનો સમય ફિક્સ કરો.
-દરરોજ સંપૂર્ણ ઊંઘ લો અને દિવસ દરમિયાન ઊંઘવાની આદત ટાળો.
-સ્વસ્થ આહાર લો અને પૌષ્ટિક ખોરાક જ લો.
-નિયમિત કસરત અને વ્યાયામ ખૂબ જ જરૂરી છે.

ડોક્ટરનો સંપર્ક કરો

આટલું કર્યા પછી પણ જો શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા ચાલુ રહે તો જલદી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે તે ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમની નિશાની પણ હોઈ શકે છે.

 

Clove for Oral Health: દાંતનો દુખાવો હોય કે મોઢાની દુર્ગંધ… એક જ લવિંગ આપશે રાહત! જાણો કેવી રીતે કરે છે કમાલ
Winter Water Intake: શિયાળામાં પાણી ઓછું પીનારા ચેતી જજો: તમારા શરીર અને મગજને કેટલું જોખમ છે, અહીં જાણો.
Kidney Health: રાત્રે ઊંઘ ન આવવી એ હોઈ શકે છે કિડનીની બીમારી નો સંકેત! અવગણશો નહીં
A1 vs A2: A1 કે A2 દૂધ આરોગ્ય માટે કયું વધુ ફાયદાકારક? જાણો સાચી હકીકત
Exit mobile version