News Continuous Bureau | Mumbai
Health Trends સોશિયલ મીડિયાના યુગમાં ફિટનેસ અને ડાયેટને લઈને અવનવા ટ્રેન્ડ્સ વાયરલ થતા રહે છે. પ્રોટીન શેક અને સાદી કોફીનો જમાનો હવે જૂનો થઈ રહ્યો છે અને હાલમાં માર્કેટમાં ‘પ્રોટીન કોફી’ નો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આ નવી કોફીને શોર્ટ ફોર્મમાં ‘પ્રોફી’ (Proffee) કહેવામાં આવી રહી છે. આ કોફી અત્યારે કોફી લવર્સ અને જીમ જતા યુવાનોની પહેલી પસંદ બની ગઈ છે. આ સિવાય ઓફિસમાં કલાકો સુધી બેસીને કામ કરતા પ્રોફેશનલ્સ પણ એનર્જી મેળવવા માટે આ ડ્રિંકનો ક્રેઝ વધારી રહ્યા છે, પરંતુ ન્યુટ્રિશનિસ્ટ્સ તેના કેટલાક નુકસાન અંગે પણ ચેતવણી આપી રહ્યા છે.
Health Trends – શું છે આ વાયરલ ‘પ્રોફી’ અને તેને બનાવવાની સાચી રીત?
પ્રોટીન કોફી અથવા પ્રોફી એ પ્રોટીન પાવડર અને સામાન્ય કોફીનું એક વિશિષ્ટ મિશ્રણ છે. આ કોફીના નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે તેને બનાવવા માટે દૂધ અથવા પાણીની સાથે વ્હે પ્રોટીન (Whey Protein) અથવા તો રેડી-ટુ-ડ્રિંક પ્રોટીન શેકનો ઉપયોગ કરવામાં આવે છે. આજના વ્યસ્ત લાઈફસ્ટાઈલના યુગમાં લોકો આ પ્રોફી પીવાનું વધુ પસંદ કરી રહ્યા છે, કારણ કે તે શરીરને કેફીન ની સાથે પ્રોટીનની દૈનિક જરૂરિયાતો પણ પૂરી પાડે છે. ઘણા લોકો તેને પોતાના વર્કઆઉટ સેશન પહેલાં શ્રેષ્ઠ પ્રી-વર્કઆઉટ ડ્રિંક તરીકે પણ ડાયેટમાં સામેલ કરી રહ્યા છે જે શરીરને તરત જ એક્ટિવ કરે છે.
Health Trends – એકાગ્રતા વધારવા અને મસલ્સ રિકવરી માટે પ્રોફી પીવાના અદભુત ફાયદા
આ આધુનિક એનર્જી ડ્રિંકના સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા છે. સામાન્ય રીતે કોફીમાં ક્લોરોજેનિક એસિડ અને પોલીફેનોલ નામના બે મુખ્ય એન્ટીઑકિસડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. દરરોજ મર્યાદિત માત્રામાં કોફી પીવાથી પાર્કિન્સન્સ, અલ્ઝાઈમર અને ટાઈપ-૨ ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઘટે છે. જ્યારે આ કોફીમાં પ્રોટીન ઉમેરવામાં આવે છે, ત્યારે તે શરીરના મસલ્સ માસ (સ્નાયુઓનું પ્રમાણ) ને જાળવી રાખવામાં અને કસરત પછી સ્નાયુઓની ઝડપી રિકવરીમાં મદદ કરે છે. આ સિવાય તે લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી અને ઓફિસમાં કામ દરમિયાન એકાગ્રતા તેમજ મગજની એલર્ટનેસ વધારે છે.
Health Trends – ગેસ, એસિડિટી અને કિડની પર સોજો; પ્રોટીન કોફીના આ નુકસાન જાણીને પીજો
પ્રોફીના ફાયદાઓની સામે તેના કેટલાક ગંભીર શારીરિક ગેરફાયદા પણ છે જેનાથી વાકેફ થવું જરૂરી છે. બજારમાં મળતા ઘણા પ્રોટીન પાવડરમાં આર્ટિફિશિયલ સુગર (ખાંડ) અને પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે હેલ્ધી ડ્રિંકને અનહેલ્ધી બનાવી દે છે. કોફી અને પ્રોટીન પાવડરનું આ ભારે મિશ્રણ પાચનતંત્રને બગાડી શકે છે, જેનાથી ઘણા લોકોને પેટમાં ગેસ, બ્લોટિંગ (પેટ ફૂલવું) અને એસિડિટી જેવી પાચનની સમસ્યાઓ થવા લાગે છે. આ ઉપરાંત, જે લોકો કેફીન પ્રત્યે સંવેદનશીલ છે તેમના માટે આ હાનિકારક છે અને પ્રોફીનું વધુ પડતું સેવન કરવાથી યુરિનરી સિસ્ટમ અને કિડની (મૂત્રપિંડ) પર ફિલ્ટરેશનનું દબાણ વધી જાય છે જે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
👉 આ સમાચાર વાચો:
Salman Khan Galaxy Apartment Update સલમાન ખાન હંમેશા માટે છોડી દેશે ગેલેક્સી એપાર્ટમેન્ટ? વાયરલ થઈ રહેલા આ મોટા સમાચારનું સામે આવ્યું અસલી સત્ય!