News Continuous Bureau | Mumbai
Cancer: માત્ર હેલ્ધી ખોરાક જ આરોગ્ય માટે પૂરતો નથી – આ વાત 29 વર્ષની એક મહિલા ના કેસથી સાબિત થાય છે. તે મહિલા હંમેશા ઘરના બનાવેલા ભોજન પર જ વિશ્વાસ કરતી હતી, જંક ફૂડથી દૂર રહી હતી, છતાં પણ તેને સ્ટેજ-4 કેન્સર ડાયગ્નોઝ થયું. તેની સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તેણે પોતાના જીવનશૈલીના કેટલાક મહત્વના પાસાઓ શેર કર્યા છે.
હેલ્ધી ડાયટ હોવા છતાં શું રહી ગઈ ખામી?
મહિલા નું કહેવું છે કે તેનો ખોરાક તો હેલ્ધી હતો, પણ લાઈફસ્ટાઈલ બિલકુલ અનહેલ્ધી હતી. લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસીને કામ કરવું, સતત તણાવ માં રહેવું, અને પૂરતી ઊંઘ ન લેવી – આ બધું તેના શરીર પર ધીમે ધીમે અસર કરતું ગયું.તે મહિલા કહે છે કે તેને થાક, અજીબ લાગવું અને શરીરમાં અસ્વસ્થતા જેવી લાગણીઓ થતી હતી, પણ તેણે તેને કામના દબાણ અને ઊંઘની ઉણપ સાથે જોડીને અવગણ્યા. આ લક્ષણો કેન્સરના શરૂઆતના સંકેત હતા, જેને જો સમયસર ઓળખી લેવામાં આવ્યા હોત તો સ્થિતિ અલગ હોઈ શકે.
આ સમાચાર પણ વાંચો : Malasana Yoga: રોજ સવારે કરો મલાસન, માત્ર એક મહિના માં જ દેખાશે શારીરિક અને માનસિક લાભ
આ બાબત ની નિષ્ણાત એક ડોક્ટર જણાવે છે કે માત્ર હેલ્ધી ખોરાક નહીં, પણ સંપૂર્ણ હેલ્ધી લાઈફસ્ટાઈલ જરૂરી છે. તણાવ, ઊંઘની ઉણપ, ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ – આ બધું શરીરને અંદરથી નબળું બનાવે છે. આરોગ્ય એ માત્ર શું ખાવું છે એટલું નહીં, પણ કેવી રીતે જીવીએ છીએ એ પણ એટલું જ મહત્વનું છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)