News Continuous Bureau | Mumbai
Hormonal Balance Breakfasts for Women: મહિલાઓના શરીરમાં હોર્મોનલ અસંતુલન ઘણીવાર પિરિયડ્સ, ઓવ્યુલેશન, પ્રેગ્નન્સી અને મેનોપોઝ દરમિયાન જોવા મળે છે. આ સ્થિતિમાં યોગ્ય નાસ્તો ખૂબ જ મહત્વનો બની જાય છે. પોષણ વિશેષજ્ઞ એ સોશિયલ મીડિયા પર મહિલાઓ માટે હોર્મોન સંતુલન સુધારવા માટે એન્ટી-ઇન્ફ્લેમેટરી નાસ્તાના વિકલ્પો શેર કર્યા છે.
નટ્સ અને સીડ્સ સાથે રાગી બાઉલ
રાગી આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર છે, જે થાક અને પિરિયડ્સ માટે લાભદાયક છે. તેમાં ટ્રિપ્ટોફેન હોય છે, જે મૂડ સુધારવામાં મદદ કરે છે. કોળા ના બીજ અને અળસીના બીજ ઓમેગા-3 અને મેગ્નેશિયમથી ભરપૂર છે, જે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન વચ્ચે સંતુલન બનાવે છે.
રેસીપી:
¼ કપ રાગી ને ½ કપ પાણીમાં ઉકાળો. તેમાં તજ નો પાવડર અને થોડો ગોળ. પછી થોડા શેકેલા ડ્રાયફ્રૂટ અને સીડ્સ ઉમેરો.
આંબળા ચટણી સાથે મોરિંગા મિલેટ ચીલા
મોરિંગા ક્વેરસેટિન અને આઇસોથિઓસાયનેટ્સથી ભરપૂર છે, જે ઇન્સુલિન સંતુલન સુધારવામાં મદદ કરે છે. બાજરો ફાઇબર અને મેગ્નેશિયમથી ભરપૂર છે, જે બ્લડ શુગર અને થાયરોઇડ માટે લાભદાયક છે. આંબળા ચટણીમાં વિટામિન C અને પૉલિફેનોલ્સ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને એસ્ટ્રોજન ડિટોક્સ કરવા માટે ઉપયોગી છે.
રેસીપી:
મોરિંગા અને બાજરા નો પાઉડર મિક્સ કરીને પાતળું બેટર બનાવો અને તવા પર પેનકેકની જેમ શેકો. ચટણી માટે આંબળા, ધાણા અને ફુદીના ને મિક્સ કરો.અને ગ્રાઈન્ડ કરો.
આ સમાચાર પણ વાંચો : Vitamin B12 Deficiency: જો તમને પણ તમારા શરીર માં આ લક્ષણો દેખાય તો સમજી જજો કે બી 12 ની છે ઉણપ, જાણો કેવી રીતે કરશો ઓળખ
સ્વીટ પોટેટો તજ ની પેનકેક
શક્કરિયા માં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ અને વિટામિન A હોય છે, જે પ્રોજેસ્ટેરોનના ઉત્પાદન માટે ઉપયોગી છે. તજ ઇન્સુલિન રેસિસ્ટન્સ સુધારવામાં મદદ કરે છે, ખાસ કરીને PCOS જેવી સ્થિતિમાં.
રેસીપી:
બાફેલા સ્વીટ પોટેટો એટલે કે શક્કરિયા ને મેશ કરો, તેમાં બદામનું દૂધ, ઓટ્સનો લોટ અને તજ ઉમેરો. હવે તેને નારિયેળના તેલ અથવા ઘીમાં પેનકેકની જેમ શેકો.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)