Breast cancer check at home: હવે તમે પણ ઘર માં કરી શકો છે બ્રેસ્ટ કેન્સર ની તપાસ, ડોકટરો એ બતાવ્યા આવા સરળ ઉપાય

Breast cancer check at home: દર મહિને એકવાર કરો આ સ્વ-પરીક્ષણ, સમયસર કેન્સર પકડાશે અને સારવાર સરળ બનશે

by Zalak Parikh
How to check for breast cancer at home: Doctors share monthly self-exam steps

News Continuous Bureau | Mumbai

Breast cancer checkSelf Exam, CA15.3 Test, Cancer Awareness, Women Health at home:  બ્રેસ્ટ કેન્સર એ મહિલાઓમાં સૌથી સામાન્ય કેન્સર છે. જો સમયસર પકડાય તો સારવાર સફળતાની શક્યતા 90% સુધી વધી જાય છે. ડોક્ટરો દર મહિને એકવાર ઘરમાં જ બ્રેસ્ટ કેન્સર માટે સ્વ-પરીક્ષણ કરવાની સલાહ આપે છે. આ પરીક્ષણ સરળ છે અને કોઈ પણ મહિલા ઘરે કરી શકે છે.

બ્રેસ્ટ કેન્સર ને ઘરમાં કેવી રીતે કરશો ચેક

  1. અરીસા સામે ઊભા રહી ચેક કરો: હાથને પાછળ રાખો અને અરીસામાં બ્રેસ્ટના આકાર, રંગ અને કદમાં ફેરફાર જુઓ.
  2. હાથ ઉપર ઉઠાવી ચેક કરો: બંને હાથ ઉપર ઉઠાવો અને ફરીથી બ્રેસ્ટ માં કોઈ ફેરફાર છે કે નહીં જુઓ.
  3. આંગળીઓ થી દબાવી ચેક કરો: બેસીને અથવા ઊભા રહીને, બગલથી લઈને કોલરબોન (Collarbone) અને પેટ સુધી બ્રેસ્ટ ને નરમ, મધ્યમ અને ઊંડા દબાવથી ચેક કરો.
  4. નિપ્પલ ચેક કરો: નિપ્પલ માંથી કોઈ પ્રવાહ, અંદર ધસાવ, રંગ બદલાવ કે દુખાવા જેવા લક્ષણો જોવો.

કયા લક્ષણો પર ખાસ ધ્યાન આપવું

  • બ્રેસ્ટ ના આકાર, કદ અને રંગમાં ફેરફાર
  • ત્વચા પર ગાંઠ, રેશમ કે લાલાશ
  • નિપ્પલ અંદર ધસે કે પ્રવાહ આવે
  • કોઈ દુખાવા વગરની ગાંઠ
  • બગલમાં દુખાવા કે ગાંઠ જેવી લાગણી

જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. દર વર્ષે CA15.3 ટેસ્ટ (CA15.3 Test) કરાવવો પણ જરૂરી છે, જે ટ્યુમર માર્કર તરીકે કામ કરે છે અને કેન્સરની સ્થિતિ બતાવે છે

આ સમાચાર પણ વાંચો : Health Test: શું તમે પણ 30 વર્ષ ના થઇ ગયા છો? તો આ હેલ્થ ટેસ્ટ જરૂર કરાવજો, ડોક્ટરોએ આપી સલાહ

સ્વ-પરીક્ષણ માટે યોગ્ય સમય અને રીત

  • માસિક ધર્મ પછી 5-7 દિવસમાં પરીક્ષણ કરવું શ્રેષ્ઠ હોય છે.
  • જો માસિક બંધ થઈ ગયું હોય તો દર મહિને એક નિશ્ચિત તારીખ પસંદ કરો.
  • શાંત અને પ્રકાશયુક્ત જગ્યા પસંદ કરો.
  • અરીસો, ટુવાલ અને તકિયો તૈયાર રાખો.
  • પરીક્ષણ દરમિયાન નરમ દબાવથી ચેક કરો અને દરેક બ્રેસ્ટ વિસ્તારને કવર કરો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More