Site icon

Indore Contaminated Water Death: ઈન્દોર બન્યું ‘ડેન્જર ઝોન’: ઝાડા-ઉલટીના કેસોમાં મોટો ઉછાળો, હોસ્પિટલો ફૂલ; પ્રદૂષિત પાણીએ હજારો પરિવારોની ઊંઘ હરામ કરી

ભાગીરથપુરામાં સ્થિતિ ગંભીર, ઘરે-ઘરે જઈને આરોગ્ય વિભાગનું સર્વેક્ષણ; લોકોમાં ભારે રોષ, ટેન્કરનું પાણી વાપરતા પણ ડરે છે રહીશો.

Indore Contaminated Water Death ઈન્દોર બન્યું ‘ડેન્જર ઝોન’

Indore Contaminated Water Death ઈન્દોર બન્યું ‘ડેન્જર ઝોન’

News Continuous Bureau | Mumbai

Indore Contaminated Water Death મધ્યપ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણીના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી બીમાર પડનારાઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે મળેલા નવા દર્દીઓ સાથે કુલ આંકડો 2800 ને પાર કરી ગયો છે. હાલમાં વિવિધ હોસ્પિટલોમાં 201 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 32 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને આઈસીયુ (ICU) માં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની 21 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે.

Join Our WhatsApp Community

ઘરોમાં સર્વે અને સાવચેતીની સલાહ

આરોગ્ય વિભાગની ટીમોએ અત્યાર સુધીમાં 1714 ઘરોનો સર્વે કર્યો છે અને લગભગ 8571 લોકોની તપાસ કરી છે. ડોક્ટરો અને આશા કાર્યકરો લોકોને પાણી ઉકાળીને પીવા તેમજ બહારનું ખાવાનું ટાળવાની કડક સૂચના આપી રહ્યા છે. વિસ્તારમાં દહેશતનો એવો માહોલ છે કે લોકો પાલિકાના પાણીના ટેન્કરનો ઉપયોગ કરતા પણ ડરી રહ્યા છે અને બહારથી RO નું પાણી મંગાવી રહ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્પલાઇન પર ફરિયાદોનો વરસાદ

ભાગીરથપુરાની ઘટના બાદ ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનની ‘311 હેલ્પલાઇન’ પર પાણી સંબંધિત ફરિયાદો વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 206 થી વધુ ફરિયાદો નોંધાઈ છે, જેમાં સૌથી વધુ ફરિયાદો ઝોન નંબર 5 માંથી આવી છે. તંત્ર હવે પાણીની પાઈપલાઈનમાં લીકેજ અને ગટરના પાણીના મિશ્રણની તપાસ કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Devyani International Sapphire Foods Merger: એક જ છત નીચે આવશે KFC અને Pizza Hut: સફાયર ફૂડ્સ અને દેવયાની ઇન્ટરનેશનલ વચ્ચે મોટી ડીલ, જાણો શેરમાં કેટલી તેજી આવી.

હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો

ભાગીરથપુરા સ્વાસ્થ્ય કેન્દ્રમાં સવારથી મોડી રાત સુધી દર્દીઓની લાઈનો લાગેલી રહે છે. બીમાર પડનારાઓમાં બાળકો અને વૃદ્ધોની સંખ્યા વધુ છે. અત્યાર સુધીમાં 272 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 71 ને રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Golgappa Side Effects Health: પાણીપૂરી ખાનારા સાવધાન! AIIMS ના ડોક્ટરે આપી ગંભીર ચેતવણી- થઈ શકે છે આ બીમારી.
Raw Garlic Health Benefits: રોજ સવારે ખાલી પેટે ખાઓ કાચા લસણની ૨ કળી: બેડ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર જેવી અનેક બીમારીઓ થશે દૂર; જાણો તેના અદભૂત ફાયદા.
Roasted Grams and Raisins Benefits: શેકેલા ચણા અને કિસમિસ: સસ્તું પણ સુપરફૂડથી વધુ શક્તિશાળી, હાડકાંથી લઈને લોહીની ઉણપ સુધીની તમામ સમસ્યાઓનું એક જ સમાધાન.
IMD Weather Alert: ૨૬ થી ૨૮ ડિસેમ્બર મુસળધાર વરસાદનો ખતરો: કમોસમી વરસાદ સાથે મુંબઈમાં પ્રદૂષણ વધતા તંત્ર ચિંતામાં, જાણો હવામાન વિભાગની ચેતવણી.
Exit mobile version