Site icon

International Yoga Day : પ્રાચીન ભારતીય વિદ્યા એટલે યોગ: શારીરિક, માનસિક, આધ્યાત્મિક સ્વાસ્થ્ય સુધારવાનો અને મેદસ્વિતા નાથવાનો શ્રેષ્ઠ માર્ગ

International Yoga Day :બાળકોનાં શારીરિક વિકાસ માટે યોગ અત્યંત ઉપયોગી છે. યોગાસનો જેવાં કે સૂર્ય નમસ્કાર, વૃક્ષાસન, અને ભુજંગાસન શરીરની લવચીકતા, સંતુલન અને શક્તિ વધારે છે. આ આસનો બાળકોનાં સ્નાયુઓ અને હાડકાંને મજબૂત બનાવે છે, જે તેમનાં શારીરિક વિકાસમાં મદદ કરે છે. નિયમિત યોગથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે

International Yoga Day Yoga, an ancient Indian science, is the best way to improve physical, mental, and spiritual health and combat obesity.

International Yoga Day Yoga, an ancient Indian science, is the best way to improve physical, mental, and spiritual health and combat obesity.

News Continuous Bureau | Mumbai

International Yoga Day :

Join Our WhatsApp Community

 યોગ એ એક પ્રાચીન ભારતીય વિદ્યા છે, જે શારીરિક, માનસિક, આધ્યાત્મિક સ્વાસ્થ્યને સુધારવાનો અને મેદસ્વિતા નાથવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આજનાં ઝડપી અને તણાવપૂર્ણ જીવનમાં, બાળકો પણ મેદસ્વિતાના શિકાર બની રહ્યાં છે. યોગ બાળકોને શારીરિક રીતે સ્વસ્થ રહેવા મેદસ્વિતા ઘટાડવા, માનસિક રીતે શાંત અને ભાવનાત્મક રીતે સંતુલિત રાખવામાં મદદ કરે છે. આ લેખમાં બાળકો માટે યોગનાં ફાયદાઓ અને તેનું મહત્વ વિશે ચર્ચા કરવામાં આવશે.

બાળકોનાં શારીરિક વિકાસ માટે યોગ અત્યંત ઉપયોગી છે. યોગાસનો જેવાં કે સૂર્ય નમસ્કાર, વૃક્ષાસન, અને ભુજંગાસન શરીરની લવચીકતા, સંતુલન અને શક્તિ વધારે છે. આ આસનો બાળકોનાં સ્નાયુઓ અને હાડકાંને મજબૂત બનાવે છે, જે તેમનાં શારીરિક વિકાસમાં મદદ કરે છે. નિયમિત યોગથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી તેઓ બીમારીઓથી બચી શકે છે. આ ઉપરાંત, યોગ શ્વસનતંત્ર અને રક્ત પરિભ્રમણને સુધારે છે, જે બાળકોનાં એકંદર આરોગ્યને પ્રોત્સાહન આપે છે, સાથે સાથે યોગ વધારાની ચરબીને બર્ન કરે છે જેથી બાળકોનો વજન પણ નિયંત્રણમાં રહે છે.

આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકો પર અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓનું દબાણ વધી રહ્યું છે. યોગ તેમનાં માનસિક તણાવને ઘટાડવામાં મદદ કરે છે. ધ્યાન અને પ્રાણાયામ જેવી યોગિક પ્રક્રિયાઓ બાળકોનાં મનને શાંત કરે છે અને તેમની એકાગ્રતા વધારે છે. આનાથી તેઓ અભ્યાસમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. યોગ બાળકોને તેમની ભાવનાઓને સમજવા અને તેને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે.

આ સમાચાર પણ વાંચો : International Yoga Day : PM મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું, યોગ દરેક માટે છે…

યોગ બાળકોમાં સામાજિક અને નૈતિક મૂલ્યોનું સિંચન કરે છે. યોગનાં સિદ્ધાંતો, જેમ કે અહિંસા, સત્ય અને સંયમ, બાળકોને નૈતિક જીવન જીવવાનું શીખવે છે. યોગ વર્ગોમાં બાળકો સાથે મળીને કામ કરે છે, જેનાથી તેમનામાં સહકાર અને સમૂહભાવના વિકસે છે. આ ઉપરાંત, યોગ બાળકોને ધીરજ અને સ્વ-નિયંત્રણ શીખવે છે, જે તેમનાં વ્યક્તિત્વનાં વિકાસમાં મદદરૂપ થાય છે.

યોગ બાળકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરે છે. તે બાળકોને નિયમિત દિનચર્યા, સ્વસ્થ આહાર અને પૂરતી ઊંઘનું મહત્વ સમજાવે છે. યોગથી બાળકોમાં આત્મ-જાગૃતિ વધે છે, જેનાથી તેઓ તેમનાં શરીર અને મનની જરૂરિયાતોને સમજી શકે છે.

બાળકોમાં યોગનું મહત્વ અનેકવિધ છે. તે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલન અને નૈતિક વિકાસને પ્રોત્સાહન આપે છે. શાળાઓ અને ઘરોમાં યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે આજનાં બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે, અને યોગ તેમને સ્વસ્થ, સમર્થ અને સંવેદનશીલ નાગરિક બનાવવામાં મદદ કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Neem Leaf Water: રોજ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર લીમડા ના પાનનું પાણી, લિવર થશે નેચરલી ડિટોક્સ, જાણો તેને બનાવવા અને પીવાની રીત
Vitamin B12 Deficiency: હાર્ટ એટેક જ નહીં, વિટામિન B12ની ઉણપમાં પણ દેખાય છે આ લક્ષણ
Cat Scratch Disease: બિલાડીના લાડ–પ્યારથી થઈ શકે છે કેટ સ્ક્રેચ ડિસીઝ, જાણો તેનાથી બચવાના ઉપાયો
Cat as Pet: ઘરમાં બિલાડી પાળતા પહેલા જાણો લો સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ તેના ફાયદા અને નુકસાન
Exit mobile version