Site icon

તમારી ચિંતાની એક પ્રકારની જાળ દ૨૨ોજની જવાબદારીને અસર કરવા લાગે ત્યારે સમજી લો તમે રૂમિનેટિંગનો શિકાર થયા છો

પરસ્પરના વિવાદ અથવા તો બોલાચાલીમાં ક્યાં ખોટા હતા તે અંગે સતત વિચારતા રહે છે. લાખ પ્રયાસો છતાં આ પ્રકારનાં વિચારો સતત મગજમાં આવતા રહે છે. આ પ્રકારનાં વિચારોને રોકવામાં સફળતા મળતી નથી. આવા વિચારોને નહીં રોકી શકવાની પ્રવૃતિને રૂમિનેટિંગ અથવા તો એક પ્રકારની ચિંતાની જાળ તરીકે કહેવામાં આવે છે

Know how to identify if you're suffering from ruminating

તમારી ચિંતાની એક પ્રકારની જાળ દ૨૨ોજની જવાબદારીને અસર કરવા લાગે ત્યારે સમજી લો તમે રૂમિનેટિંગનો શિકાર થયા છો

News Continuous Bureau | Mumbai

કેટલાક લોકો એવા પણ હોય છે, જે પરસ્પરની બોલાચાલીની વાતોને દિલોદિમાગ પર લઇ લે છે. પરસ્પરના વિવાદ વખતે આવા લોકો જવાબ આપતા નથી પરંતુ સાંજે ઘરે પહોંચી ગયા બાદ કલાકો સુધી એ બાબતોને લઇને સતત વિચારતા રહે છે, જે બાબતો વિવાદ દરમિયાન કહેવા માંગતા હતા પરંતુ કહી શક્યા ન હતા. પરસ્પરના વિવાદ અથવા તો બોલાચાલીમાં ક્યાં ખોટા હતા તે અંગે સતત વિચારતા રહે છે. લાખ પ્રયાસો છતાં આ પ્રકારનાં વિચારો સતત મગજમાં આવતા રહે છે. આ પ્રકારનાં વિચારોને રોકવામાં સફળતા મળતી નથી. આવા વિચારોને નહીં રોકી શકવાની પ્રવૃતિને રૂમિનેટિંગ અથવા તો એક પ્રકારની ચિંતાની જાળ તરીકે કહેવામાં આવે છે.જ્યારે તમારી ચિંતાની એક પ્રકારની જાળ દ૨૨ોજની જવાબદારીને અસર કરવા લાગે ત્યારે સમજી લેવાની જરૂર હોય છે કે તમે આનો શિકાર થઇ ગયો છે.તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં આ મુજબની બાબત સપાટી પર આવી છે. અભ્યાસ મુજબ અમેરિકાનાં ડો. ટ્રેસી માર્ક્સ માને છે કે, આ કોઇ ખરાબ માનસિક સ્થિતિ નથી, પરંતુ તેના કરતા પણ મોટી સમસ્યા છે. ચિંતાની પોતાની ક્ષમતા હોય છે. જો મગજમાં બ્રેક કન્ટ્રોલ બહાર થઇ જાય તો તે રેડ એલર્ટ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Health Tips: શું તમને પેટના બળ પર સૂવાની આદત છે? તેનાથી મોટું નુકસાન થઈ શકે છે

જ્યાં સુધી સ્ટ્રેસફૂલ ન બને ત્યાં સુધી ચિંતન ખરાબ નથી. હાલત ખરાબ હોવાની સ્થિતિમાં તે અન્ય પ્રકારની બીમારીઓ સર્જી શકે છે.જેથી ઓવરથિંકિંગ જો કાબૂમાં ન રહે તો ચોક્કસપણે થેરાપી લેવાની જરૂર છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં તમે જ્યાં છો તે પળો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી. . .

 

Health tips : જાણો શા માટે દૂધ ઉભા રહીને પીવુ જોઈએ અને પાણી બેસીને પીવુ જોઈએ
Cancer: માત્ર હેલ્ધી ખોરાક પૂરતો નથી! મહિલાને થયું સ્ટેજ-4 કેન્સર, જાણો શું હતી ભૂલ
Silent Heart Attack: સામાન્ય હાર્ટ એટેક કરતાં વધુ ખતરનાક છે ‘સાયલન્ટ હાર્ટ એટેક’, લક્ષણો ઓળખવા મુશ્કેલ
Malasana Yoga: રોજ સવારે કરો મલાસન, માત્ર એક મહિના માં જ દેખાશે શારીરિક અને માનસિક લાભ
Exit mobile version