Site icon

લાઈફસ્ટાઈલ / નોન વેજ જ નહીં, આ 5 શાકાહારી ખોરાક આરોગીને પણ દૂર કરી શકો છો ઓમેગા 3ની ઉણપ

સ્વસ્થ રહેવા માટે આપણે અલગ - અલગ વસ્તુઓ ખાઈએ છીએ. ખોરાકમાંથી મળતા વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો આપણા શરીરને સ્વસ્થ રાખે છે. આ વસ્તુઓમાંથી એક છે ઓમેગા 3 ફેટી એસિડ, જે આપણા શરીર માટે મહત્વપૂર્ણ છે

Lifestyle-Not only non veg but also these Vegetarian food can also overcome omega 3 deficiency

લાઈફસ્ટાઈલ / નોન વેજ જ નહીં, આ 5 શાકાહારી ખોરાક આરોગીને પણ દૂર કરી શકો છો ઓમેગા 3ની ઉણપ

News Continuous Bureau | Mumbai

સ્વસ્થ રહેવા માટે આપણે અલગ – અલગ વસ્તુઓ ખાઈએ છીએ. ખોરાકમાંથી મળતા વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો આપણા શરીરને સ્વસ્થ રાખે છે. આ વસ્તુઓમાંથી એક છે ઓમેગા 3 ફેટી એસિડ, જે આપણા શરીર માટે મહત્વપૂર્ણ છે. ઓમેગા 3 શરીરના કોષોને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. સામાન્ય રીતે લોકો તેને મેળવવા માટે માછલીનું સેવન કરે છે. પરંતુ જો તમે શાકાહારી છો અથવા માછલી ખાવાનું ટાળો છો, તો તમે તમારા ડાઈટમાં આ 5 વેગન વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

Join Our WhatsApp Community

ચિયા સીડ્સ

ચિયા સીડ્સ શરીરમાં ઓમેગા 3 ની ઉણપને પૂરી કરી શકે છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ, ફાઈબર, આયર્ન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ચિયા સીડ્સ હાઈ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે.

અખરોટ

મગજ જેવા દેખાતા અખરોટમાં પણ ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. અખરોટમાં 3.346 ઔંસ ઓમેગા-3 હોય છે. તેના સેવનથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે. તે વાળ, ત્વચા અને આંખો માટે પણ હેલ્ધી છે.

સોયાબીન

સોયાબીનમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઓમેગા 3 ની ઉણપના કિસ્સામાં, તમે સોયાબીનને ઘણી રીતે ડાઈટમાં સામેલ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  જાણવા જેવુ / પેટની ચરબીઘટાડવામાં મદદ કરી શકે છે પિસ્તા, જાણો કેવી રીતે

અળસીના બીજ

અળસીના બીજના સેવનથી શરીરમાં ઓમેગા 3 ફેટી એસિડનું પ્રમાણ વધી શકે છે. તેમા 6.703 ઔંસ ઓમેગા – 3 હોય છે. તે વજન ઘટાડવા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

રાજમા

રાજમામાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. રાજમાને ડાઈટમાં સામેલ કરીને તમે શરીરમાં ઓમેગા 3 ની ઉણપને ઘણી રીતે દૂર કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે ઓમેગા 3 ની ઉણપમાં મોટાભાગે શાકાહારી આરોગતા લોકોમાં બહુ જોવા મળે છે. માસાહાર આરોગતા લોકોમાં તેની ઉણપ બહુ ઓછઝી જોવા મળે છે. તેથી શાકાહારી આરોગતા લોકો ઉપર જણાવેલી વસ્તુઓનો ઉપયોગ કરીને ઓમેગા 3 ની ઉણપને દૂર કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : આ 4 રાશિની છોકરીઓ સાબિત થાય છે શ્રેષ્ઠ પત્ની, પોતાના પાર્ટનરનો કોઈપણ મુશ્કેલીમાં સાથ નથી છોડતી

Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી.

Chest pain in winter: સાધારણ દુખાવો કે હાર્ટ એટેક? ઠંડીમાં વધતા કાર્ડિયાક રિસ્કને ઓળખતા શીખો.
Black Diamond Apple: 700 રૂપિયામાં વેચાય છે આ ‘કાળું’ ફળ, હૃદય અને ઇમ્યુનિટી માટે ગણાય છે વરદાન.
Custard apple: ઉંમર વધતા હૃદયને રાખો જવાન: BP કંટ્રોલ કરવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે આ લીલા ફળને ડાયટમાં સામેલ કરો
Milk Mixed with Jaggery: રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં ગોળ નાખીને પીવો, આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જડમૂળથી દૂર થશે!
Exit mobile version