Malasana Yoga: રોજ સવારે કરો મલાસન, માત્ર એક મહિના માં જ દેખાશે શારીરિક અને માનસિક લાભ

Malasana Yoga:પાચન સુધારવા, તણાવ દૂર કરવા અને બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે મલાસન છે શ્રેષ્ઠ યોગાસન

by Zalak Parikh
Malasana Yoga: Practice Daily for a Month and See Remarkable Health Benefits

News Continuous Bureau | Mumbai 

Malasana Yoga: મલાસન એ એક સરળ અને અસરકારક યોગાસન છે, જે ખાસ કરીને સવારે ખાલી પેટ કરવું વધુ લાભદાયક માનવામાં આવે છે. આ આસન સ્ક્વાટની સ્થિતિમાં કરવામાં આવે છે, જેમાં ઘૂંટણ વાળીને અને પગ ખભાની પહોળાઈએ રાખીને જમીન તરફ બેસવું પડે છે. AYUSH મંત્રાલય અનુસાર, મલાસન પાચન તંત્રને સક્રિય કરે છે અને શરીરમાં અનેક પ્રકારના સુધારા લાવે છે.

મલાસનના શારીરિક લાભ

  • પાચન તંત્ર (Digestive System) ને ઉત્તેજિત કરે છે
  • કબજિયાત (Constipation) દૂર કરવામાં મદદરૂપ
  • પેટની મસલ્સ મજબૂત થાય છે
  • શરીરમાં લવચીકતા વધે છે

માનસિક શાંતિ અને તણાવથી રાહત

મલાસન તણાવ અને ચિંતા દૂર કરવામાં મદદ કરે છે. નિયમિત અભ્યાસથી માનસિક સંતુલન અને શાંતિ પ્રાપ્ત થાય છે. આ આસન ડિપ્રેશન જેવી સમસ્યાઓના જોખમને પણ ઘટાડી શકે છે.મલાસન શરીરના વિવિધ અંગોમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે, જેના કારણે ઓક્સિજન અને પોષક તત્વો સારી રીતે પહોંચે છે. આથી શરીર વધુ સક્રિય અને તંદુરસ્ત રહે છે.

આ સમાચાર પણ વાંચો : Sudoku: સવાર-સવાર માં રમો આ રમત, દિમાગ માટે છે ઉત્તમ વ્યાયામ

કોને મલાસન ન કરવું જોઈએ?

ગર્ભવતી મહિલાઓએ મલાસન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ આસન દરમિયાન શરીર પર દબાણ આવે છે, તેથી ખાસ સાવચેતી જરૂરી છે

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Join Our WhatsApp Community

You may also like