Matcha Tea: માચા ટી માત્ર તાજગી નહીં, પણ શરીરને રોગોથી બચાવતી કુદરતી ઢાલ છે, જાણો રિસર્ચ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો

Matcha Tea: NIHના અભ્યાસ મુજબ માચા ટીમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ કેન્સર સામે રક્ષણ આપે છે

by Zalak Parikh
Matcha Tea from Japan May Reduce Cancer Risk, Says Research

News Continuous Bureau | Mumbai

Matcha Tea: માચા ટી (Matcha Tea) એ જાપાનની પરંપરાગત લીલી ચા છે, જે ચા પત્તીઓના પાવડર રૂપમાં પીવામાં આવે છે. આ પદ્ધતિથી ચાની તમામ પોષક તત્વો સીધા શરીરમાં પ્રવેશ કરે છે. National Institutes of Health (NIH)ના અભ્યાસ મુજબ, માચા ટીમાં રહેલા કેટેચિન  અને એલ-થિયાનીન  જેવા તત્વો શરીરમાં ફ્રી રેડિકલ્સ ને નિયંત્રિત કરે છે, જે કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ નું કારણ બની શકે છે.

માચા ટી શું છે?

માચા એ લીલી ચાની એક ખાસ જાત છે, જેમાં પત્તીઓને પીસીને પાવડર બનાવવામાં આવે છે. આ પાવડરને પાણી કે દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે છે. આ રીતે ચા ના પોષક તત્વો વધુ અસરકારક રીતે શરીરમાં પ્રવેશ કરે છે. 

માચા ટીના આરોગ્યલક્ષી ફાયદા

  • કેન્સર સામે રક્ષણ: એન્ટી-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ્સને નિયંત્રિત કરે છે
  • વજન નિયંત્રણ: પોલિફેનોલ્સ મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે
  • ડિટોક્સિફિકેશન: શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે
  • તણાવ ઘટાડે છે: એલ-થિયાનીન મગજના કેમિકલ્સને સંતુલિત કરે છે

આ સમાચાર પણ વાંચો : Hormonal Balance Breakfasts for Women: સવારના નાસ્તામાં આ હેલ્ધી વિકલ્પો કરો સામેલ,મહિલાઓના હોર્મોનલ બેલેન્સ અને ઊર્જા માટે છે શ્રેષ્ઠ

માચા ટી પીવા ની યોગ્ય રીત

  • 1 ચમચી માચા પાવડર ગરમ પાણીમાં મિક્સ કરો
  • વધુ ખાંડ ન ઉમેરો
  • અઠવાડિયામાં 3–4 વખત નિયમિત રીતે સેવન કરો

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More