News Continuous Bureau | Mumbai
Matcha Tea: માચા ટી (Matcha Tea) એ જાપાનની પરંપરાગત લીલી ચા છે, જે ચા પત્તીઓના પાવડર રૂપમાં પીવામાં આવે છે. આ પદ્ધતિથી ચાની તમામ પોષક તત્વો સીધા શરીરમાં પ્રવેશ કરે છે. National Institutes of Health (NIH)ના અભ્યાસ મુજબ, માચા ટીમાં રહેલા કેટેચિન અને એલ-થિયાનીન જેવા તત્વો શરીરમાં ફ્રી રેડિકલ્સ ને નિયંત્રિત કરે છે, જે કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ નું કારણ બની શકે છે.
માચા ટી શું છે?
માચા એ લીલી ચાની એક ખાસ જાત છે, જેમાં પત્તીઓને પીસીને પાવડર બનાવવામાં આવે છે. આ પાવડરને પાણી કે દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે છે. આ રીતે ચા ના પોષક તત્વો વધુ અસરકારક રીતે શરીરમાં પ્રવેશ કરે છે.
માચા ટીના આરોગ્યલક્ષી ફાયદા
- કેન્સર સામે રક્ષણ: એન્ટી-ઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ્સને નિયંત્રિત કરે છે
- વજન નિયંત્રણ: પોલિફેનોલ્સ મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે
- ડિટોક્સિફિકેશન: શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે
- તણાવ ઘટાડે છે: એલ-થિયાનીન મગજના કેમિકલ્સને સંતુલિત કરે છે
આ સમાચાર પણ વાંચો : Hormonal Balance Breakfasts for Women: સવારના નાસ્તામાં આ હેલ્ધી વિકલ્પો કરો સામેલ,મહિલાઓના હોર્મોનલ બેલેન્સ અને ઊર્જા માટે છે શ્રેષ્ઠ
માચા ટી પીવા ની યોગ્ય રીત
- 1 ચમચી માચા પાવડર ગરમ પાણીમાં મિક્સ કરો
- વધુ ખાંડ ન ઉમેરો
- અઠવાડિયામાં 3–4 વખત નિયમિત રીતે સેવન કરો
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)