News Continuous Bureau | Mumbai
Breakfast Study: સવારના નાસ્તા (Breakfast)ને અત્યાર સુધી દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવતું હતું. પરંતુ નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે નાસ્તો ન કરવાથી મોટા લોકોના મગજની કાર્યક્ષમતા પર કોઈ ખાસ અસર થતી નથી. 3,400થી વધુ લોકો પર થયેલી સ્ટડીમાં આ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.
સ્ટડીના આંકડા શું કહે છે?
રિસર્ચર્સે 63 અલગ અલગ સ્ટડી અને 3,400થી વધુ લોકો પર મેમરી ટેસ્ટ અને એક્સપેરિમેન્ટ કર્યા. પરિણામે જાણવા મળ્યું કે નાસ્તો કરનાર અને ન કરનાર લોકોના મગજની એક્ટિવિટી માં માત્ર 0.2 યુનિટનો તફાવત જોવા મળ્યો, જે નગણ્ય ગણાય છે. એટલે કે નાસ્તો ન કરવાથી મગજની કાર્યક્ષમતા પર કોઈ મોટો અસર થતો નથી.
મગજને એનર્જી ક્યાંથી મળે છે?
વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, મગજને એનર્જી માત્ર ખોરાકમાંથી નહીં પણ શરીરમાં રહેલા ફેટ અને કેટોન થી પણ મળે છે. જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી ભૂખ્યો રહે છે ત્યારે બ્લડ શુગર લેવલ ઘટે છે, પણ શરીર કેટોનના માધ્યમથી મગજને જરૂરી એનર્જી પૂરી પાડે છે. 8, 12 કે 16 કલાક સુધી ફાસ્ટ કરવાથી મેમરી, ફોકસ અને નિર્ણય ક્ષમતા પર કોઈ અસર થતી નથી.
આ સમાચાર પણ વાંચો : Black Egg vs White Egg: કાળું ઈંડુ કે સફેદ ઈંડુ? જાણો બેમાંથી કોણ છે પ્રોટીનનો અસલી બાદશાહ
બાળકો માટે નાસ્તો જરૂરી
જ્યારે મોટા લોકો માટે નાસ્તો ન કરવો સુરક્ષિત માનવામાં આવે છે, ત્યારે બાળકો માટે નાસ્તો ખૂબ જ જરૂરી છે. રિસર્ચમાં જણાવાયું છે કે બાળકો વિકાસની અવસ્થામાં હોય છે, તેથી તેમને નિયમિત પૌષ્ટિક નાસ્તો આપવો જરૂરી છે જેથી તેમના શરીર અને મગજને પૂરતો પોષણ મળી શકે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
