Site icon

Vitamin-D Supplements: વિટામિન-D ની અછત હાડકાં અને ઇમ્યુનિટી માટે જોખમભરી, પણ દવાઓ દરેક માટે જરૂરી નથી

Vitamin-D Supplements: વિટામિન-D ની અછતથી બચવા માટે માત્ર દવાઓ પર આધાર રાખવો યોગ્ય નથી, જાણો કુદરતી અને સલામત વિકલ્પો

Not Everyone Needs Vitamin-D Supplements: Know These 3 Essential Facts to Avoid Deficiency

Not Everyone Needs Vitamin-D Supplements: Know These 3 Essential Facts to Avoid Deficiency

News Continuous Bureau | Mumbai

Vitamin-D Supplements: વિટામિન-D એ શરીર માટે અત્યંત જરૂરી પોષક તત્વ છે, જે હાડકાંની મજબૂતી, ઇમ્યુનિટી અને મગજના કાર્ય માટે મહત્વપૂર્ણ છે. પરંતુ દરેક વ્યક્તિને દવાઓ લેવાની જરૂર નથી.વિટામિન-D ની અછતથી બચવા માટે કેટલીક સરળ અને કુદરતી રીતો અપનાવી શકાય છે. ચાલો જાણીએ એવી 3 મહત્વપૂર્ણ વાતો જે વિટામિન-D ની અછતથી બચવામાં મદદરૂપ થાય છે.

Join Our WhatsApp Community

રોજ 20-30 મિનિટ નો તડકો જરૂરી છે

વિટામિન-D મેળવવા માટે સૌથી સસ્તો અને અસરકારક સ્ત્રોત છે તડકો. સવારે 10 થી બપોરે 3 વાગ્યા વચ્ચે 20-30 મિનિટ સુધી તડકા માં રહેવું પૂરતું છે. આ સમયે ત્વચા પર સીધી UV-B કિરણો પડે છે, જે શરીરમાં વિટામિન-D ઉત્પન્ન કરે છે. ધ્યાન રાખો કે તડકો લેતી વખતે ત્વચાનો થોડો ભાગ ખુલ્લો રહે અને સનસ્ક્રીન  વગર તડકો લેવાય.

દરેકને દવાઓ લેવાની જરૂર નથી

આજકાલ વિટામિન -D દવાઓ નો ટ્રેન્ડ વધી રહ્યો છે, પણ દરેક વ્યક્તિ માટે તે જરૂરી નથી. દવાઓ માત્ર ત્યારે લેવી જોઈએ જ્યારે બ્લડ ટેસ્ટમાં વિટામિન-D ની લેવલ ખૂબ ઓછું  હોય. વધુ માત્રામાં વિટામિન -D લેવાથી કિડની સ્ટોન (Kidney Stone), ઉલટી, કમજોરી જેવી સમસ્યાઓ થઈ શકે છે. સ્વસ્થ વ્યક્તિ માટે તડકો  અને હેલ્ધી ડાયટ (Healthy Diet) જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

આ સમાચાર પણ વાંચો : Vitamin-B12 Deficiency: વિટામિન B12 ની કમી નસોને નુકસાન પહોંચાડે છે, સમયસર તેના લક્ષણો ઓળખવા છે ખૂબ જરૂરી

ફેટી ફિશ અને ફોર્ટિફાઇડ ફૂડ છે શ્રેષ્ઠ ડાયટ સ્ત્રોત

વિટામિન-D માટે ફેટી ફિશ શ્રેષ્ઠ ડાયટ સ્ત્રોત છે. Salmon, Mackerel અને Tuna જેવી માછલીઓમાં વિટામિન -D ભરપૂર હોય છે. શાકાહારી લોકો માટે ઈંડાની જરદી, ફોર્ટિફાઇડ દૂધ (Fortified Milk), દહીં, ઓરેન્જ જ્યૂસ અને મશરૂમ પણ સારા વિકલ્પ છે. જો કે, માત્ર ડાયટથી રોજની જરૂરિયાત પૂરી કરવી મુશ્કેલ હોય શકે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Vitamin-B12 Deficiency: વિટામિન B12 ની કમી નસોને નુકસાન પહોંચાડે છે, સમયસર તેના લક્ષણો ઓળખવા છે ખૂબ જરૂરી
Microwave Cause: શું માઇક્રોવેવમાં ખોરાક ગરમ કરવાથી કેન્સર થાય છે? જાણો તજજ્ઞો શું કહે છે
Fitness at Home: દિવસના 10,000 પગલાં પૂરાં ન થાય તો અજમાવો આ સરળ એક્સરસાઈઝ, શરીર રહેશે એકદમ ફિટ
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version