Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ

ટેક હોમ રાશન અને મિલેટ્સની કુલ ૨૮ વાનગીઓમાંથી શ્રેષ્ઠ ૩ સ્પર્ધકોની ઝોન કક્ષાની સ્પર્ધા માટે પસંદગી

Nutrition Month 2025 મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની

News Continuous Bureau | Mumbai

Nutrition Month 2025 માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં પીપલોદ સ્થિત જિલ્લા પંચાયત ખાતે ‘પોષણ માહ–૨૦૨૫’ હેઠળ જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ હતી. સુરતના ICDS, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજયેલી આ સ્પર્ધામાં સુરતના ૯ ગ્રામ્ય તાલુકાઓ માંથી THR અને મિલેટ્સ એમ બે વિભાગની ૧૪–૧૪ મળી કુલ ૨૮ વાનગીઓનું નિદર્શન કરાયું હતું. જેમાંથી શ્રેષ્ઠ ૩ વાનગીઓને ઝોન કક્ષા માટે પસંદગી કરાઈ હતી. અને વિજેતાઓનું મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

Join Our WhatsApp Community

 

 

 

આ પ્રસંગે દરિયાબેને પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું કે, ટેક હોમ રાશન(THR) અને મિલેટ્સમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓનો રોજીંદા જીવનમાં ઉપયોગ વધારવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા યોગ્ય રીસર્ચ બાદ મકાઈ, જુવાર, બાજરી, રાગી, કોદરા, રાજગરો સહિતના ‘શ્રી અન્ન’ને ભેગા કરી બાળશક્તિ અને માતૃશક્તિ જેવા THR તૈયાર કરાયાં છે. આ THR અને મિલેટસનો યોગ્ય પ્રમાણમાં દૈનિક ઉપયોગ કરવાથી અસરકારક રીતે કુપોષણ ઘટાડી કુપોષણ નાથવાના સરકારના અભિયાનને સાર્થક બનાવી શકાય છે.

 

આ સમાચાર પણ વાંચો : World Animal Day: સુરત શહેર અને જિલ્લામાં ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઈન થકી ૩,૦૮,૮૩૮ અબોલ જીવોને જીવનદાન મળ્યુઃ

આ પ્રસંગે ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસર(ઈ.ચા)શ્રી રાધિકા ગામીતે કાર્યકર બહેનોને અઠવાડિયામાં એકવાર આંગણવાડીના બાળકો માટે પણ મિલેટસ અને THRમાંથી રસપ્રદ વાનગીઓ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. જેથી બાળકોને પૌષ્ટિકની સાથે સ્વાદિષ્ટ વાનગી આપી મિલેટ્સ પ્રત્યે રૂચી વધારી શકાય.આ પ્રસંગે વનિતા વિશ્રામ વુમન્સ કોલેજના ફૂડ અને ન્યુટ્રીશનના પ્રોફેસર ડૉ.શિલ્પી અગ્રવાલ, IDA ક્લબના કો-ઓર્ડીનેટરશ્રી ગુરકિરણ કૌર સહિત ICDS વિભાગના અધિકારી/કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા

Cough syrup: કફ સિરપ કેવી રીતે બન્યો જીવલેણ? હવે સરકારે જણાવી બાળકોને શરદી-ઉધરસ ની દવા આપવાની સાચી ઉંમર
Early Signs of Brain Tumor: શરીરમાં દેખાતા આ સંકેતો બ્રેન ટ્યુમર તરફ કરે છે ઈશારો, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો
Arthritis Patients: અર્થરાઇટિસના દર્દીઓ ભૂલથી પણ ના કરતા આ ભૂલો, વધે છે સાંધાના દુખાવા અને સોજો
Wall Sits: ફક્ત 15 વોલ સિટ્સથી પગ અને કોર મસલ્સ બનશે મજબૂત, જાણો આ સરળ કસરતના અદભૂત ફાયદા
Exit mobile version