Olive Oil and Lemon Shots: સવારે ખાલી પેટે ઓલિવ ઓઈલ-લીંબુ પીવાના ફાયદા કે નુકસાન? સોશિયલ મીડિયાના દાવાઓ પર ન કરો આંધળો વિશ્વાસ; વાંચો એક્સપર્ટનો અભિપ્રાય.

સોશિયલ મીડિયા પર વાયરલ હેલ્થ ટ્રેન્ડનું સત્ય: પાચનતંત્ર અને લિવર માટે કેટલું કારગર? એસિડિટીના દર્દીઓએ રાખવી પડશે ખાસ સાવચેતી.

by Tanvi
Olive Oil and Lemon Shots Viral Health Trend Decoded; Experts Explain the Benefits and Who Should Avoid It.

News Continuous Bureau | Mumbai

Olive Oil and Lemon Shots આજકાલ સોશિયલ મીડિયા પર હેલ્થ ટિપ્સનો પૂર આવ્યો છે, જેમાં ‘ઓલિવ ઓઈલ અને લીંબુના શૉટ્સ’ પીવાનો ટ્રેન્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો દાવો કરે છે કે આ મિશ્રણ પીવાથી શરીરની તમામ ગંદકી (ટોક્સિન્સ) બહાર નીકળી જાય છે. પરંતુ આ નુસખો કેટલો વૈજ્ઞાનિક છે અને તેનાથી ખરેખર શું ફાયદો થાય છે, તે સમજવું ખૂબ જરૂરી છે. આયુર્વેદિક નિષ્ણાતોના મતે, કોઈપણ ઘરગથ્થુ નુસખો દરેક વ્યક્તિ માટે એકસરખો ફાયદાકારક હોય તે જરૂરી નથી.

શું ખરેખર શરીરની ગંદકી સાફ થાય છે?

આયુર્વેદના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, માનવ શરીરની રચના એવી છે કે કિડની, લિવર અને પાચનતંત્ર પોતાની મેળે જ કચરો બહાર કાઢે છે. આયુર્વેદમાં આ કચરાને ‘આમ’ કહેવામાં આવે છે. ઓલિવ ઓઈલ અને લીંબુના શૉટ્સ ટોક્સિન્સ દૂર કરવામાં મદદ જરૂર કરી શકે છે, પરંતુ તે આખા શરીરની સંપૂર્ણ સફાઈ કરી નાખે છે તેવું કહેવું ખોટું ગણાશે.

ઓલિવ ઓઈલ અને લીંબુના શૉટ્સના મુખ્ય ફાયદા

પાચનમાં સુધારો: લીંબુ વિટામિન C નો કુદરતી સ્ત્રોત છે જે પાચક ઉત્સેચકોને સક્રિય કરે છે. ઓલિવ ઓઈલ આંતરડાને લુબ્રિકેટ કરે છે, જેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

લિવર સપોર્ટ: આ મિશ્રણ લિવરને સીધું સાફ નથી કરતું, પરંતુ પાચનશક્તિ મજબૂત બનાવીને લિવરનું કામ હળવું કરે છે.
હોર્મોનલ સંતુલન: ઓલિવ ઓઈલમાં રહેલા હેલ્ધી ફેટ્સ મહિલાઓ માટે ફાયદાકારક છે. તે પ્રજનન તંત્રને સ્વસ્થ રાખે છે અને ત્વચામાં નિખાર લાવે છે.
વજન નિયંત્રણ: જો તમે હેલ્ધી ડાયટ અને કસરત સાથે આ શૉટ્સ લો છો, તો મેટાબોલિઝમ મજબૂત બને છે અને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..

કોણે આ નુસખો ટાળવો જોઈએ?

બધા માટે આ ડ્રિંક સુરક્ષિત નથી. જે લોકોને એસિડિટી અથવા પિત્ત દોષ ની સમસ્યા છે, તેમણે ખાલી પેટે લીંબુના શૉટ્સ ન લેવા જોઈએ, કારણ કે તેનાથી પેટમાં બળતરા થઈ શકે છે. વધુ પડતા ઓલિવ ઓઈલના સેવનથી ઝાડા, ઉલ્ટી કે પેટમાં દુખાવો થઈ શકે છે. કોઈપણ નવો હેલ્થ ટ્રેન્ડ અપનાવતા પહેલા તમારી પ્રકૃતિ મુજબ ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More