Site icon

ઓરલ સેક્સ એ ગળાના કેન્સર માટે જોખમી પરિબળ છે: રિપોર્ટ

ગળાનું કેન્સર પશ્ચિમમાં એક રોગચાળાની જેમ ફેલાઈ રહ્યું છે.

Oral sex can be reason for cancer

Oral sex can be reason for cancer

News Continuous Bureau | Mumbai

છેલ્લા બે દાયકામાં, પશ્ચિમમાં ગળાના કેન્સરમાં ઝડપથી વધારો થયો છે, એ હદે કે કેટલાક લોકોએ તેને રોગચાળો ગણાવ્યો છે, ધ કન્વર્સેશન નામના રિસર્ચ મેગેઝીનમાં આવેલા રિપોર્ટ અનુસાર ઓરોફેરિંજલ કેન્સર અથવા કાકડા અને ગળામાં થતા કેન્સર માટે ઓરલ સેક્સ જવાબદાર હોઈ શકે છે.

Join Our WhatsApp Community

ગળાના કેન્સરનું મુખ્ય કારણ માનવ પેપિલોમાવાયરસ અથવા એચપીવી છે. યુએસ સીડીસી વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, યુ.એસ.માં નોંધાયેલા ગળાના કેન્સરના 70% કેસ એચપીવીને કારણે છે. HPV મોં અને ગળાના ભાગને ચેપ લગાડે છે અને કેન્સરની વૃદ્ધિ શરૂ કરે છે. આ એક ગંભીર ચિંતાનો વિષય છે કારણ કે એચપીવી જાતીય રીતે પ્રસારિત થાય છે. મોં દ્વારા આ વાયરસનું પ્રસારણ ફક્ત મુખ મૈથુન દ્વારા જ શક્ય છે.

રિપોર્ટ અનુસાર, છ કે તેથી વધુ ઓરલ સેક્સ પાર્ટનર ધરાવતા લોકોમાં આ કેન્સર થવાની શક્યતા 8.5 ગણી વધારે છે. મુખ મૈથુન, મોટે ભાગે બિન-પરંપરાગત સેક્સ પદ્ધતિ તરીકે કરવામાં આવે છે, જે આજકાલ યુવાનોમાં ખૂબ પ્રચલિત છે.

આ સમાચાર પણ વાંચો:  એમેઝોને આપ્યો ઝટકો, પ્રાઇમ મેમ્બરશિપ પ્લાન કર્યો મોંઘો, આ યુઝર્સને નહીં પડે અસર

HPV કેન્સરને કેવી રીતે ઉત્તેજિત કરે છે?

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એકવાર વાઇરલ ઇન્ફેક્શન થઈ જાય તો તેમાંથી સંપૂર્ણપણે છુટકારો મેળવવો શક્ય નથી. કેટલાક લોકોમાં આ વાયરસ જેમનો તેમ રહે છે અને શરીરમાં ફેલાયા કરે છે.

ઓરલ સેક્સ હંમેશા સૌથી સુરક્ષિત સેક્સ નથી હોતું

ઘણા લોકો જે માને છે કે ઓરલ સેક્સ એ સૌથી સુરક્ષિત છે પરંતુ વાસ્તવિકતા તેના કરતાં કંઈક અલગ હોય તેવું રિસર્ચ જણાવે છે.

મુખ મૈથુન દરમિયાન અનુસરવા માટેના સલામતીનાં પગલાં

ઓરલ સેક્સ દરમિયાન સ્વચ્છતાને ક્યારેય અવગણવી જોઈએ નહીં.

તમે અને તમારા જીવનસાથી શરૂ કરવા માટે પૂરતા સ્વચ્છ છો તેની ખાતરી કરવી વધુ સારું છે.

જો તમને તમારા મોંમાં કોઈ કટ હોય અથવા કોઈ ફોડલી અથવા અલ્સર હોય તો જ્યાં સુધી ઘા સંપૂર્ણ રૂઝ ન આવે ત્યાં સુધી જાતીય પ્રવૃત્તિથી દૂર રહો.

 

Cracking Fingers: શું આંગળીઓ ના ટચાકા ફોડવા થી થાય છે ગઠિયા? ડૉક્ટરોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Health Insight: 21 દિવસ સુધી ઘઉંની રોટલી ન ખાવાથી શરીરમાં શું ફેરફાર આવે છે? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
Turmeric-Amla Water: આ રીતે પીવો હળદર-આમળાનું પાણી, વજન તો ઘટશે જ સાથે સાથે સાંધાના દુખાવામાં પણ આપશે રાહત
Sunflower Seeds: તમે પણ તમારા નાસ્તા માં સામેલ કરો એક મુઠ્ઠી સૂર્યમુખી બીજ, મળશે એવા ફાયદા કે આ આદત છોડવી નહીં ગમે!
Exit mobile version