Site icon

Sudoku: સવાર-સવાર માં રમો આ રમત, દિમાગ માટે છે ઉત્તમ વ્યાયામ

Sudoku: યાદશક્તિ સુધારવી હોય કે તણાવ દૂર કરવો હોય, સુડોકૂ છે એક સરળ અને અસરકારક ઉપાય

Play Sudoku Every Morning – A Brain Game That Boosts Mental Health

Play Sudoku Every Morning – A Brain Game That Boosts Mental Health

News Continuous Bureau | Mumbai 

Sudoku: સુડોકૂ માત્ર એક રમત નથી, પણ દિમાગ માટે એક પ્રકારની એક્સરસાઈઝ છે. રોજ સવારે આ રમત રમવાથી માનસિક સ્વાસ્થ્ય પર અનેક સકારાત્મક અસર થાય છે. સંશોધન મુજબ, નિયમિત રીતે સુડોકૂ રમવાથી યાદશક્તિ, ફોકસ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા  સુધરે છે.

Join Our WhatsApp Community

યાદશક્તિ અને ફોકસ વધારવામાં મદદરૂપ

સુડોકૂ રમવાથી દિમાગ સક્રિય બને છે અને નવી માહિતી યાદ રાખવાની ક્ષમતા વધે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને ઓફિસમાં કામ કરતા લોકો માટે આ રમત ખૂબ જ લાભદાયક છે. રોજના રુટિનમાં આ રમતને શામેલ કરવાથી ફોકસ અને એકાગ્રતા વધે છે.

 તણાવ અને ડિપ્રેશન દૂર કરવા માટે અસરકારક

સુડોકૂ રમવાથી તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓથી રાહત મળે છે. આ રમત દિમાગને શાંતિ આપે છે અને અલ્ઝાઈમર જેવી ગંભીર બીમારીઓના જોખમને પણ ઘટાડી શકે છે. જો તમે ભૂલવાની સમસ્યા અનુભવી રહ્યા છો, તો સુડોકૂ તમારા માટે એક ઉત્તમ ઉપાય બની શકે છે.

આ સમાચાર પણ વાંચો : Trigger Finger: જો તમને પણ આંગળીઓમાં દુખાવો અને સોજો આવતો હોય તો થઇ જાઓ સાવધાન, આ બીમારી નો હોઈ શકે છે સંકેત

લોજિકલ થિંકિંગ અને ન્યુરોપ્લાસ્ટિસિટી માટે ફાયદાકારક

સુડોકૂ રમવાથી લોજિકલ થિંકિંગ અને ન્યુરોપ્લાસ્ટિસિટી  વધે છે. નિયમિત રીતે આ રમત રમનારાઓની સમસ્યા ઉકેલવાની ક્ષમતા વધુ સારી હોય છે. આ રમત દિમાગના વિવિધ ભાગોને સક્રિય કરે છે અને નવી નસોની રચનાને પ્રોત્સાહન આપે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Basil Seeds: હેલ્થ એક્સપર્ટ એ જણાવ્યા તકમરીયા ના મોટા ફાયદા, વજન ઘટશે અને હાર્ટ રહેશે હેલ્ધી
Ghee Health Benefits: રોજ સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી થાય છે આ અદભૂત ફાયદા, જાણો એક્સપર્ટ શું કહે છે
Breakfast Study: શું હવે સવારનો નાસ્તો ફરજિયાત નથી? નવા રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Black Egg vs White Egg: કાળું ઈંડુ કે સફેદ ઈંડુ? જાણો બેમાંથી કોણ છે પ્રોટીનનો અસલી બાદશાહ
Exit mobile version