News Continuous Bureau | Mumbai
Salt Side Effects: જો તમે પણ વધુ પડતું મીઠું ( Salt ) ખાઓ છો, તો સાવચેત રહો, કારણ કે તે સ્કીનને ( skin damage ) ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે વધુ પડતું મીઠું ખાવાથી ત્વચામાં સોજા વધી શકે છે. આટલું જ નહીં તેનાથી સ્કીનને ઘણી સમસ્યાઓ ( Skin problems ) પણ થઈ શકે છે. વધુ પડતું મીઠું શરીરમાં ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.
એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે વધુ પડતા મીઠું ખાવાથી ખરજવું થવાનું જોખમ વધી જાય છે. વધુમાં ત્વચામાં સોજો આવી શકે છે અને ડ્રાઈનેસ, ખંજવાળ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે ફાસ્ટ ફૂડ ખાવાથી યુવાનોમાં ખરજવું થવાનું જોખમ વધી રહ્યું છે.
Salt Side Effects: દરરોજ એક ગ્રામ વધુ સોડિયમ ખાવાથી ખરજવાનું જોખમ 22% વધી શકે છે….
અભ્યાસમાં વધુમાં જણાવ્યા મુજબ, દરરોજ એક ગ્રામ વધુ સોડિયમ ખાવાથી ખરજવાનું જોખમ 22% વધી શકે છે. યુનાઇટેડ કિંગડમની નેશનલ હેલ્થ સર્વિસ દરરોજ 2.3 ગ્રામ સોડિયમ લેવાની ભલામણ કરે છે. જોકે, WHOએ બે ગ્રામથી ઓછું મીઠું ખાવાની સલાહ આપી છે.
અભ્યાસોએ દર્શાવ્યું છે કે, ઉચ્ચ મીઠાનું સ્તર ત્વચાની રોગપ્રતિકારક શક્તિને ( immune system ) અસર કરી શકે છે. મીઠું સાયટોકાઇન્સના ઉત્પાદનમાં વધારો કરે છે. આ પ્રોટીન છે જે રોગપ્રતિકારક તંત્રને ખરાબ પ્રતિક્રિયા શરૂ કરવા માટે સંકેત આપે છે. ખરજવું પીડિતોમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Unemployment in India: દેશમાં નાણાકીય સેવા ક્ષેત્રે 18 લાખ નોકરીઓ ખાલી પડી છે. પરંતુ તેને આ પદ પર કામ કરવા માટે કોઈ નથી: FBSB India CEO.. જાણો વિગતે..
વધુ પડતું મીઠું ખાવાથી ત્વચામાં ડીહાઈડ્રેશન ( Dehydration ) થઈ શકે છે. આનાથી ત્વચામાં ડ્રાઈનેસ, કરચલીઓ પડી શકે છે. મીઠાનું પ્રમાણ વધુ હોવાને કારણે શરીરમાં પાણી જમા થવાનું જોખમ પણ રહેલું છે. જેના કારણે આંખોની આસપાસ સોજો આવી શકે છે.
વધુ પડતું મીઠું ખાવાનું કેવી રીતે ટાળવું
- પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો.
- ખોરાકમાં વધુ પડતું મીઠું ઉમેરવાનું ટાળો.
- અથાણું અને ચટણી ઓછામાં ઓછુ ખાવો
- નિયમિત મીઠાના અન્ય વિકલ્પોનો વિચાર કરો. જેમ કે કાળું મીઠું, સિંધવ મીઠું ખાવો..
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)