સવારે ઊઠીને નાસ્તો (Breakfast) કરતા પહેલાં બ્રશ (Brush) કરવો જોઈએ કે પછી, આ સવાલ પર ડેન્ટિસ્ટોમાં પણ મતમતાંતર જોવા મળે છે. કોઇ પહેલાં બ્રશ કરવાની સલાહ આપે છે તો કોઇ પહેલા નાસ્તાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં ડેન્ટિસ્ટ ડૉ. અપોઈના રિબેઇરો જણાવે છે કે સવારે મોંમાં સૌથી વધુ બેક્ટેરિયા હોય છે અને તેઓને કાર્બોહાઈડ્રેટ પસંદ હોય છે. મોટા ભાગના લોકો નાસ્તામાં બ્રેડ, મફિન અથવા પેનકેક વગેરે ખાય છે. તેમાં મોટા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોય છે.
જેને કારણે બ્રશ વગર નાસ્તો કરવાથી બેક્ટેરિયાને આમંત્રણ આપવા જેવું છે. બેક્ટેરિયાની સંખ્યા ઝડપથી વધે છે અને મોંમાં એસિડ રિલીઝ કરે છે જે દાંતની સુરક્ષા કરતા ઇનેમલને નુકસાન કરે છે, પહેલાં બ્રશ કરવાથી બેક્ટેરિયા સાફ થઇ જાય છે પછી મોંમાં લાળ બનવાનું શરૂ થાય છે જે દાંતોની રક્ષા કરે છે. લાળ મોંમાં મિનરલ્સ એકત્ર કરે છે. તેમાં બાયકાર્બોનેટ પણ હોય છે જે એસિડિટી ઘટાડે છે. સાથે જ પેસ્ટમાં રહેલું ક્લોરાઇડ દાંતોના ઇનેમલને મજબૂત કરે છે. મિશિગન સ્કૂલ ઑફ ડેન્ટિસ્ટ્રીના પ્રોફેસર ડૉ. કાર્લોસ ગોન્ઝાલ્વિસ અનુસાર અનેક લોકો યોગ્ય રીતે બ્રશ કરતા નથી. જેને કારણે કેટલાક બેક્ટેરિયા મોંમાં જ રહી જાય છે. આ બેક્ટેરિયા દિવસભર દાંત પર રહીને તેને નુકસાન પહોંચાડે છે. નાસ્તા બાદ બ્રશ કરીને તેનાથી બચી શકાય છે. ડેન્ટિસ્ટ્રી પ્રોફેસર ડૉ. રોકિઓ ક્યૂઓનેજ કહે છે કે દિનચર્યાના હિસાબે બ્રશ કરો. જોકે વિશેષજ્ઞ કહે છે કે નાસ્તામાં ચા-કોફી લીધા બાદ તરત જ બ્રશ કરવાનું ટાળવું જોઇએ
આ સમાચાર પણ વાંચો: હિજાબ વિરુદ્ધ દેશવ્યાપી દેખાવો સામે અંતે નમી ઈરાન સરકાર, મહિલાઓ માટે નરક સમાન આ નિયમ ભંગ કરવાનો લીધો નિર્ણય.. જાણો વગતે