News Continuous Bureau | Mumbai
Spinach Juice: પાલક ને સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં રહેલા વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને અનેક રીતે લાભ આપે છે. જો તમે એક અઠવાડિયા સુધી પાલકનો જ્યૂસ પીશો તો હાડકાં લોખંડ જેવી મજબૂત બની શકે છે. ચાલો જાણીએ તેના મુખ્ય ફાયદા.
પાલક જ્યુસ ના ફાયદા
પાલકમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાંની મજબૂતી અને સ્ટ્રક્ચર માટે જરૂરી છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 વખત પાલકનો જ્યૂસ પીવો.પાલક ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે અપચ, ગેસ અને કબજિયાતની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. નિયમિત સેવનથી પેટ સંબંધિત તકલીફો ઘટે છે.
આ સમાચાર પણ વાંચો : Ginger for Weight Loss: પેટની ચરબી ઓગાળવી છે? રસોડા નો આ ‘મસાલો’ છે રામબાણ ઇલાજ! હેલ્ધી ડાયટ સાથે તેનો કરો આ રીતે ઉપયોગ
પાલકમાં રહેલા વિટામિન A આંખોની રોશની તેજ કરે છે, જ્યારે વિટામિન C અને એન્ટીઓક્સિડન્ટ્સ શરીરની ઇમ્યુનિટી મજબૂત બનાવે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
