News Continuous Bureau | Mumbai
Sweet Lime Juice Benefits: સ્વસ્થ રહેવા માટે પ્રકૃતિએ આપણને મોસંબી જેવી અદભૂત ભેટ આપી છે. પોષક તત્વોથી ભરપૂર મોસંબીનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ મદદરૂપ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે મોસંબીનું જ્યુસ પીવાનો પણ એક ખાસ સમય હોય છે? જો ખોટા સમયે તેનું સેવન કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે.મોસંબીમાં વિટામિન C, પોટેશિયમ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે 100 ગ્રામમાં આશરે 43 કેલરી પૂરી પાડે છે. આ ઉપરાંત તેમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન A, B1, B2 અને B6 પણ સારી માત્રામાં મળી આવે છે.
કયો છે મોસંબીનું જ્યુસ પીવાનો સાચો સમય?
સવારનો નાસ્તો: જ્યુસ પીવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારના નાસ્તા પછી (આશરે 10:00 થી 11:00 વાગ્યાની વચ્ચે) છે. તે શરીરને તરત જ એનર્જી અને ઇલેક્ટ્રોલાઇટ્સ પૂરા પાડે છે.
વર્કઆઉટ પછી: જિમ અથવા હેવી એક્સરસાઇઝ પછી મોસંબી નો જ્યુસ પીવાથી શરીર હાઇડ્રેટ થાય છે અને થાક દૂર થાય છે.
આ સમાચાર પણ વાંચો : Shocker in Sakinaka: સાકીનાકામાં સગીરાની છેડતી: ટ્યુશનથી ઘરે જતી ૧૫ વર્ષીય કિશોરીને અટકાવી અજાણ્યાએ બતાવ્યા અશ્લીલ વીડિયો, પોલીસ તપાસ તેજ
કયા સમયે જ્યુસ પીવાનું ટાળવું જોઈએ?
ખાલી પેટ: મોસંબીમાં એસિડિક ગુણ હોય છે, તેથી સવારે ખાલી પેટ તેને પીવાથી એસિડિટી કે પેટમાં બળતરા થઈ શકે છે.
રાત્રે: મોસંબીની તાસીર ઠંડી હોય છે, તેથી રાત્રે પીવાથી શરદી-ખાંસી કે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે.
જમ્યા બાદ તુરંત: જમ્યાના તરત પછી જ્યુસ પીવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી શકે છે અને બ્લોટિંગ (પેટ ફૂલવું) ની સમસ્યા સર્જાઈ શકે છે.
મોસંબી નો જ્યુસ પીવાના 5 મુખ્ય ફાયદા
ઇમ્યુનિટી બૂસ્ટર: વિટામિન C સફેદ રક્તકણોનું ઉત્પાદન વધારે છે, જે શરીરને વાયરલ ઇન્ફેક્શન અને શરદી-ઉધરસ સામે લડવામાં મદદ કરે છે.
પાચન તંત્ર માટે ઉત્તમ: તેમાં રહેલા કુદરતી એસિડ અને ફાઈબર આંતરડાની સફાઈ કરે છે અને એસિડિટીમાં રાહત આપે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ: મોસંબીના જ્યુસમાં કેલરી ઓછી હોય છે. તેને હૂંફાળા પાણી અને મધ સાથે લેવાથી મેટાબોલિઝમ તેજ થાય છે અને ફેટ બર્ન કરવામાં મદદ મળે છે.
બોડી ડિટોક્સ: તે કિડની અને લીવરની કાર્યક્ષમતા વધારીને શરીરમાંથી ઝેરી તત્વો (Toxins) ને બહાર કાઢવામાં મદદ કરે છે.
ચમકતી ત્વચા અને મજબૂત વાળ: વિટામિન C કોલેજનના નિર્માણમાં મદદ કરે છે, જેનાથી કરચલીઓ ઓછી થાય છે અને ત્વચા પર કુદરતી ચમક આવે છે.
