News Continuous Bureau | Mumbai
Sweet Potato in Winter: શિયાળામાં શક્કરિયા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તેનું સાચી રીતે સેવન કરવાથી જ તેના તમામ લાભ મળે છે. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ, શક્કરિયાને શેકી ને નહીં, પરંતુ બાફી ને ખાવું જોઈએ. બાફવાથી તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘટે છે, જે ડાયાબિટીસ નિયંત્રણમાં મદદરૂપ છે. ઠંડુ થયા પછી તેમાં રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ બને છે, જે પાચન માટે ઉત્તમ છે.
છાલ સાથે ખાવા ના ફાયદા
શક્કરિયા ની છાલમાં 30% વધુ ફાઇબર અને ડબલ એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. છાલ સાથે ખાવાથી પાચન સુધરે છે અને શરીરની ડિટોક્સિફિકેશનમાં મદદ મળે છે.
આ સમાચાર પણ વાંચો : Spinach Juice: હાડકાં બની જશે ‘લોખંડ’ જેવા મજબૂત! એક અઠવાડિયા સુધી રોજ પીવો આ જ્યૂસ, મળશે અદભુત ફાયદા
શક્કરિયા ના મુખ્ય ફાયદા
- પોષક તત્વોનો ખજાનો: વિટામિન A, C, B6, પોટેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમથી ભરપૂર.
- આંખોની રોશની માટે: બીટા કેરોટીન નાઇટ બ્લાઇન્ડનેસથી બચાવે છે.
- પાચન સુધારે: ફાઇબર કબજિયાત દૂર કરે છે.
- હૃદય માટે ફાયદાકારક: પોટેશિયમ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે.
- એન્ટીઓક્સિડન્ટ્સ: ફ્રી રેડિકલ્સ દૂર કરીને એજિંગ ધીમું કરે છે.
- બ્લડ શુગર કંટ્રોલ: લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ડાયાબિટીસ માટે ઉત્તમ.
- વજન ઘટાડે: ઓછા કેલરી અને લાંબા સમય સુધી તૃપ્તિ આપે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
