Site icon

સ્વાસ્થ્ય જાણકારી : સ્વીટનર્સ ટાઈપ-2 બની શકે છે આ બીમારીના કારણ, સાથે જ વજન પણ વધે છે.. 

અમેરિકામાં વપરાતું એક સ્વીટનર એડવાન્ટેમ ખાંડ કરતાં 20 હજાર ગણુ ગળ્યું હોય છે. ખાંડ ઓછી લેવા કે ન ખાવા પાછળ ૩ સૌથી મોટા કારણ છે વજન વધવું, ડાયાબિટીસ અને ટૂથ ડિકેની સમસ્યા. ઈન્ટરનેશનલ સ્વીટનર્સ એસોસિએશનની એક વેબસાઈટ અનુસાર ડાયાબિટીસના પેશન્ટ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે કેમ કે એવું મનાય છે કે તેની બ્લડ શુગર લેવલ પર કોઇ અસર થતી નથી

Sweeteners type-2 can be a cause of this disease

સ્વીટનર્સ ટાઈપ-2 ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીના કારણ બની શકે છે, સાથે જ વજન પણ વધે છે

 વધારે ગળ્યું (Sweet) સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. એવામાં લોકો અનેકવાર શુગર-ફ્રી સ્વીટનર્સ (Sweeteners) અપનાવવા લાગે છે. 2021માં રિસર્ચરોએ હોંગકોંગમાં વેચાતી ખાવાની વસ્તુઓની તપાસ કરી તો જાણ થઇ કે ચ્યુઇંગ ગમ અને કોલ્ડડ્રિક્સ (Cold drinks) ઉપરાંત સલાડ, બ્રેડ, ઈન્સ્ટન્ટ નૂડલ્સ અને અનેક ક્રિસ્પમાં પણ સ્વીટનર્સ ઉપલબ્ધ હોય છે. આ આપણા ભોજનનો સામાન્ય ભાગ બની ગઈ છે. 

અમેરિકામાં વપરાતું એક સ્વીટનર એડવાન્ટેમ ખાંડ ( Sugar ) કરતાં 20 હજાર ગણુ ગળ્યું હોય છે. ખાંડ ઓછી લેવા કે ન ખાવા પાછળ ૩ સૌથી મોટા કારણ છે વજન વધવું, ડાયાબિટીસ ( Diabetes ) અને ટૂથ ડિકેની સમસ્યા. ઈન્ટરનેશનલ સ્વીટનર્સ એસોસિએશનની એક વેબસાઈટ અનુસાર ડાયાબિટીસના પેશન્ટ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે કેમ કે એવું મનાય છે કે તેની બ્લડ શુગર ( Blood Sugar ) લેવલ પર કોઇ અસર થતી નથી. વજન ઘટાડવા ( Weight loss ) માટે લોકો શુગર-ફ્રી સ્વીટનર્સ લે છે કેમ કે તેમાં કેલોરી નથી હોતી. જ્યારે ખાંડથી વિપરિત તેનાથી ટૂથ ડિકેની તકલીફ પણ થતી નથી. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર વધારે સ્વીટનર્સ ટાઈપ-2 ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીના કારણ બની શકે છે. સાથે જ વજન પણ વધે છે. જ્યારે સ્ટેવિયા નામના સ્વીટનરને રોજ ખાવાથી બાળકોના દાંત ખરાબ થવાનું જોખમ રહે છે. 

Join Our WhatsApp Community

વહેતી નાકથી છૂટકારો અપાવશે આ ટેસ્ટી સૂપ, છાતી અને ગળામાં પણ મળશે રાહત

જે બાળકો રોજ 250 મિ.લી.થી વધુ શુગર ફ્રી સ્વીટનરવાળા ડ્રિંક્સ પીએ છે તેમનામાં દાંતમાં દુખાવાની શક્યતા અન્ય બાળકોની વધુ રહે છે. ડબ્લ્યુએચઓના ડ્રાફ્ટ ગાઈડન્સમાં કહેવાયું છે કે શુગર ફ્રી સ્વીટનર વજન ઘટાડવા, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ કે એક દર્દીથી બીજામાં ફેલાતી બીમારીઓના ખતરાને ઘટાડવા માટે ઉપયોગમાં ન લેવા જોઇએ. તેના ઉપયોગથી વિપરિત અસર થાય છે.

Black Coffee vs Green Tea: વજન ઘટાડવા માટે બ્લેક કોફી કે ગ્રીન ટી? નિષ્ણાતો પાસેથી જાણો ખાલી પેટે કયું પીણું સૌથી વધુ અસરકારક છે
Thyroid and Perfume: પર્ફ્યુમ વાપરનારા સાવધ: ગરદન પર સ્પ્રે કરવાથી થાઈરોઈડ ગ્રંથિને થઈ શકે છે નુકસાન; જાણો તેના આ કુદરતી વિકલ્પો.
Benefits of Arjun Bark Water: અર્જુનની છાલનું પાણી હૃદય માટે છે વરદાન: હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પર મેળવો કાબૂ; જાણો પીવાની સાચી રીત અને કેટલા દિવસ સેવન કરવું.
Sweating and Health: શું તમને પરસેવો નથી વળતો? તો સાવધાન! પરસેવો પાડવો એ શરીર માટે કુદરતી વરદાન છે, જાણો તેની પાછળનું વિજ્ઞાન.
Exit mobile version