News Continuous Bureau | Mumbai
Protein: હાલના સમયમાં ફીટ રહેવા માટે લોકો અલગ અલગ ડાયટ અપનાવતા હોય છે. જો કે, વધતી બીમારીઓ અને વજન વધારાની સમસ્યાના કારણે ઘણા લોકો શાકાહારી ખોરાક ( Vegetarian food ) તરફ આકર્ષિત થઈ રહ્યા છે. પરંતુ, તેમને પ્રોટીનની જરૂરિયાતને લઈ હંમેશા ચિંતા રહેતી હોય છે. જો કે, આજે અમે તેમને 3 એવી વસ્તુઓ અંગે જણાવીશું, જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે.
જણાવી દઈએ કે, દાળને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે, જે રાંધવામાં આવે ત્યારે કપ દીઠ લગભગ 18 ગ્રામ જેટલું પ્રોટીન મળતું હોય છે. તેનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે, જેમ કે સૂપ, સલાડ અથવા તો વેજી બર્ગર જેવી વાનગીઓમાં નોનવેજના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે.
જે લોકો શાકાહારી આહારનું પાલન કરે છે, તેમના માટે સોયાબિન પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો તેમાંથી કઢી બનાવીને ખાવાનું પસંદ કરે છે જે એકદમ સ્વાદિષ્ટ હોય છે. જો તમે તેનું નિયમિત સેવન કરશો તો શરીરમાં પ્રોટીનની કમી રહેશે નહીં.
ટોફુ એ સોયાબિન આધારિત ખાદ્ય ઉત્પાદન છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. જો તમે અડધો કપ ટોફુ ખાશો તો તમારા શરીરને લગભગ 15 ગ્રામ જેટલું પ્રોટીન મળી શકે છે. તે ચીઝ જેવું લાગે છે, જો કે, તે અલગ છે. તમે તેને ઘણી રીતે રાંધી શકો છો, તેનો સ્વાદ પણ ઉત્તમ હોય છે.
આ સમાચાર પણ વાંચો : Rajkot: રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળી સહિત અનેક પાકની મબલખ આવક: ખેડૂતોમાં ખુશીની માહોલ.
(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ના લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ-અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પુષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો, સમસ્યા અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.