News Continuous Bureau | Mumbai
Ginger for Weight Loss: આદુ માત્ર ચા અને ભોજનનો સ્વાદ જ નથી વધારતું, પણ આરોગ્ય માટે પણ અનેક રીતે લાભદાયક છે. તાજેતરના અભ્યાસ મુજબ, આદુ માં રહેલા જિંજરોલ અને અન્ય ઘટકો મેટાબોલિઝમ વધારવામાં, પેટની ચરબી ઓગાળવામાં અને પાચન સુધારવામાં મદદરૂપ છે.
આદુ કેવી રીતે કરે છે વજન ઘટાડવામાં મદદ?
- મેટાબોલિઝમ વધારવું: આદુ થર્મોજેનેસિસ પ્રક્રિયા દ્વારા શરીરમાં વધુ કેલોરી બર્ન કરે છે.
- ભૂખ ઘટાડવી: આદુ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેથી વધુ ખાવાની ઈચ્છા ઘટે છે.
- બ્લડ શુગર નિયંત્રણ: આદુ ઇન્સુલિન સંવેદનશીલતા સુધારે છે, જેનાથી વધારાની શુગર ચરબીમાં ન બદલાય.
- પાચન સુધારવું: પાચન તંત્ર મજબૂત થાય છે, જે વજન નિયંત્રણ માટે જરૂરી છે.
આદુ નું યોગ્ય રીતે સેવન કેવી રીતે કરવું?
- એક નાનો ટુકડો આદુ ને 2 કપ પાણીમાં ઉકાળો
- પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળવું
- પછી તેને ગાળી ને ખાલી પેટ પીવો
- વધુ અસર માટે તેમાં લીંબુ રસ અને થોડું મધ ઉમેરી શકાય
આ સમાચાર પણ વાંચો : High-Protein Foods: 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે મસલ્સ રિકવરી માટે આ છે શ્રેષ્ઠ હાઈ પ્રોટીન ફૂડ્સ
આદુ ના અન્ય આરોગ્યલાભ
- શરદી-ઉધરસમાં રાહત
- સાંધાના દુખાવામાં રાહત
- પેટની ગેસ અને અપચામાં મદદ
- શરીરમાં ડિટોક્સ પ્રક્રિયા માટે ઉત્તમ
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
Join Our WhatsApp Community