News Continuous Bureau | Mumbai
Trigger Finger: ટ્રિગર ફિંગર, જેને તબીબી ભાષામાં સ્ટેનોઝિંગ ટેનોસાયનોવાઈટિસ (Stenosing Tenosynovitis) કહે છે, એ એવી સ્થિતિ છે જેમાં આંગળી વળતી વખતે અટકી જાય છે અને પછી અચાનક છૂટી જાય છે – જાણે ટ્રિગર દબાવીને છોડવામાં આવે તેમ. આ સ્થિતિમાં ટેન્ડન (Tendon) અને તેના આસપાસના શીથમાં સોજો આવી જાય છે, જેના કારણે આંગળી હલાવવી મુશ્કેલ બને છે
ટ્રિગર ફિંગર થવાના મુખ્ય કારણો
- વારંવાર હાથનો ઉપયોગ (જેમ કે ટાઈપિંગ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવો)
- ડાયાબિટીસ અને રુમેટોઈડ આર્થરાઇટિસ જેવી બીમારીઓ
- 40 વર્ષથી વધુ ઉંમર અને મહિલાઓમાં વધુ જોખમ
- હાથમાં જૂની ઈજાઓ
- ટેન્ડન પર સતત દબાણ અથવા ઘસારો થવો
લક્ષણો: કઈ રીતે ઓળખશો ટ્રિગર ફિંગર?
- સવારે આંગળીમાં જકડાણ અને દુખાવો
- આંગળી વાળતી વખતે “કટ કટ” અવાજ
- આંગળી એક નિશ્ચિત દિશામાં જ અટકી જાય
- પામના ભાગે સોજો અને નમણિયું ગાંઠ જેવું લાગવું
- ગંભીર સ્થિતિમાં આંગળી સંપૂર્ણ રીતે સીધી ન થઈ શકે
આ સમાચાર પણ વાંચો : Alkaline Water: શું છે આલ્કલાઇન વોટર, જેને પીવે છે સેલિબ્રિટીઝ? જાણો સામાન્ય પાણીથી કેટલું જુદું છે
બચાવ અને સારવારના ઉપાયો
- હાથ પર વધુ દબાણ ન આવે તે માટે બ્રેક લેવી
- એર્ગોનોમિક ટૂલ્સનો ઉપયોગ
- હળવે હાથે સ્ટ્રેચિંગ અને એક્સરસાઈઝ
- ઓવર-દ-કાઉન્ટર પેઇન રિલીવર (જેમ કે ઇબુપ્રોફેન)
- નાઈટ સ્પ્લિટ પહેરવી
- ગંભીર સ્થિતિમાં સ્ટેરોઈડ ઇન્જેક્શન અથવા સર્જરી જરૂરી બની શકે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)