Site icon

National Cancer Awareness Day: આજના દિવસે કેમ ઉજવવામાં આવે છે કેન્સર જાગૃતિ દિવસ? જાણો ઇતિહાસ અને મહત્વ

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ ગયા વર્ષે લગભગ 10 મિલિયન લોકો કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા

National Cancer Awareness Day

National Cancer Awareness Day

News Continuous Bureau | Mumbai 

કેન્સર એક એવો રોગ છે જેનુ જોખમ દિવસેને દિવસે વધી રહ્યુ છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ ગયા વર્ષે લગભગ 10 મિલિયન લોકો કેન્સર(Cancer)ને કારણે મૃત્યુ પામ્યા હતા. કેન્સર ઘણા પ્રકારનું હોઈ શકે છે. સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર સૌથી સામાન્ય કેન્સર છે.

 

Join Our WhatsApp Community
કેન્સર વિશે લોકોને જાગૃત કરીને તેની સમયસર રોકથામ અને સારવાર દ્વારા સ્વસ્થ જીવન પ્રાપ્ત કરી શકાય છે. કેન્સરની શોધ, નિવારણ અને સારવાર અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ(National Cancer Awareness Day) ની ઉજવણી કરવામાં આવે છે. ચાલો રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસના ઇતિહાસ, મહત્વ વિશે જાણીએ.

 

આ દિવસે ઉજવાય છે રાષ્ટ્રીય જાગૃતિ દિવસ

આ દિવસે લોકોને કેન્સર વિશે જાગૃત કરવામાં આવે છે. કેન્સરના સૌથી ગંભીર પ્રકારોમાં સ્તન કેન્સરનો સમાવેશ થાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના રિપોર્ટ અનુસાર ભારતમાં દર 1 લાખમાંથી 105.4 મહિલાઓ સ્તન કેન્સરની સારવાર કરાવી રહી છે. આ ગંભીર કેન્સરને રોકવા માટે ઓક્ટોબર મહિનામાં બ્રેસ્ટ કેન્સર(Breast cancer) અવેયરનેસ મંથ ઉજવવામાં આવે છે.

 

7મી નવેમ્બરે કેન્સર જાગૃતિ દિવસ ઉજવવાનું એક ખાસ કારણ છે. આ દિવસે નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીનો જન્મદિવસ (Madame Curie’s birthday) છે. મેડમ ક્યુરીએ કેન્સર સામે લડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. દર વર્ષે મેડમ ક્યુરીના જન્મદિવસ નિમિત્તે તેમના યોગદાનને યાદ કરવા કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે.

 

રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસનો ઇતિહાસ

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ આયોજન મંત્રી, ડૉ. હર્ષ વર્ધને સૌપ્રથમ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી. વર્ષ 2014 માં સપ્ટેમ્બર મહિનામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે દર વર્ષે 7મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. તેમણે કેન્સર નિયંત્રણ(Cancer control) પર રાજ્ય-સ્તરની હિલચાલ શરૂ કરી અને લોકોને મફત તપાસ માટે મ્યુનિસિપલ ક્લિનિક્સમાં જાણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

 

આ દિવસનું મહત્વ 

જીવલેણ રોગ(fatal disease)ની સમયસર ઓળખની જરૂરિયાતને સમજવા માટે કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ દિવસે સરકારી હોસ્પિટલો અને મ્યુનિસિપલ ક્લિનિક્સમાં લોકોને પૂરી પાડવામાં આવે છે.

 

આ સમાચાર પણ વાંચોઃ 86 વર્ષીય આ ભારતીય ટ્રીમેન તરીકે છે જાણીતા, આ કારણે સરકાર દ્રારા મળ્યું છે પધ્મશ્રી એવોર્ડનું સન્માન – વાંચો તેમની રસપ્રદ કહાની
Breakfast Study: શું હવે સવારનો નાસ્તો ફરજિયાત નથી? નવા રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Black Egg vs White Egg: કાળું ઈંડુ કે સફેદ ઈંડુ? જાણો બેમાંથી કોણ છે પ્રોટીનનો અસલી બાદશાહ
Stroke Risk : 45 પછી મહિલાઓ રહે સતર્ક! મેનોપોઝ પછી 1.6 ગણા વધી જાય છે સ્ટ્રોકનો ખતરો
Dark Chocolate and Berries: ડાર્ક ચોકલેટ અને બેરીઝથી વધશે યાદશક્તિ, સ્ટ્રેસ પણ થશે ઓછો – સ્ટડીમાં થયો ખુલાસો
Exit mobile version