News Continuous Bureau | Mumbai
Papaya: પપૈયું એક એવું ફળ છે જે સ્વાદિષ્ટ હોવા સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયક છે. તેમાં વિટામિન A, વિટામિન C, ફાઈબર અને એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે. ખાસ કરીને મહિલાઓ માટે પપૈયું રોજ ખાવું ખૂબ ફાયદાકારક છે, ખાસ કરીને જ્યારે તેમની ઉંમર 30 વર્ષથી વધુ હોય.
પપૈયું : સ્તનપાન કરાવતી મહિલાઓ માટે લાભદાયક
સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પપૈયું દુધના ઉત્પાદન વધારવામાં મદદરૂપ થાય છે. આથી બાળકને પૂરતું પોષણ મળે છે. જો કે, ગર્ભાવસ્થામાં પપૈયું ટાળવું જોઈએ.
પપૈયું : પીરિયડ્સની સમસ્યાઓમાં રાહત આપે
પપૈયામાં એવા એન્ઝાઈમ્સ હોય છે જે પીરિયડ્સને નિયમિત કરે છે અને દુખાવામાં રાહત આપે છે. નિયમિત સેવનથી મહિલાઓને પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Mosquitoes Bite: જો તમને પણ મચ્છર વધુ કરડે છે, તો આ 5 કારણો હોઈ શકે છે જવાબદાર
પપૈયું : ત્વચા અને વજન માટે પણ છે લાભદાયક
પપૈયું ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવે છે. એન્ટી-ઓક્સિડેન્ટ્સ ત્વચા ના કોષોને રીપેર કરે છે. ઉપરાંત, પપૈયું ફાઈબરથી ભરપૂર હોય છે અને ઓવરઈટિંગથી બચાવે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)