Site icon

World Yog Day :વિશ્વ યોગ દિવસ: ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ચહેરાની સુંદરતા અને દીર્ઘાયુ માટે સૌથી સસ્તી અને અસરકારક દવા એટલે યોગ: યોગ ટ્રેનર અનુરાધા ગાંધી

તા.૨૧મી જૂન-‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી નિમિતે વેસુ ખાતે આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગને પોતાની દિનચર્યાનો એક અવિભાજ્ય ભાગ બનાવવા ઉપસ્થિત તમામ લોકોએ સંકલ્પબદ્ધ થયા હતા.

World Yog Day : Yog for Beautiful face and long age

World Yog Day : Yog for Beautiful face and long age

News Continuous Bureau | Mumbai

યોગદિનના વિશ્વરેકોર્ડમાં યોગદાન આપવા આવેલા વેસુ વિસ્તારના ૬૭ વર્ષીય યોગા ટ્રેનર અનુરાધા ગાંધી છેલ્લા ૩૦ વર્ષથી યોગ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે. તેઓ જણાવે છે કે, શરીરને સ્વસ્થ રાખવા યોગ જરૂરી છે, પરંતુ યોગાભ્યાસની નિયમિતતા કેળવવી વધુ આવશ્યક છે. યોગને પોતાની દિનચર્યામાં સામેલ કરવું તે જ ખરા અર્થમાં યોગ દિવસની સાચી ઉજવણી ગણાશે.

Join Our WhatsApp Community

યોગના ફાયદા વિશે વાત કરતાં કહ્યું કે, યોગાસનોનો સહુથી મોટો ગુણ એ છે કે તે સહજ સાધ્ય અને સર્વસુલભ છે. યોગાસન એવી વૈજ્ઞાનિક અને પ્રામાણિક વ્યાયામ પદ્ધતિ છે જેમાં ન તો કંઇ વિશેષ ગુમાવવાનું છે, કે ન તો આવશ્યકતા છે કોઇ વધારે સાધન-સામગ્રીની. આસનોમાં જ્યાં માંસપેશીઓને ખેંચવાની ક્રિયાઓ કરવી પડે છે, ત્યાં બીજી તરફ તણાવ-ખેંચાણ દૂર કરવાની ક્રિયા પણ કરવામાં આવે છે. જેનાથી શરીરનો થાક દૂર થાય છે અને આસનોમાં વ્યય થયેલી શક્તિ પરત મળે છે. શરીર અને મનને તાજગીની સાથે આધ્યાત્મિક લાભ પણ થાય છે.

આ સમાચાર પણ વાંચો: Rain in Rajasthan : રાજસ્થાનના અજમેરમાં ધોધમાર વરસાદ બાદ સામે આવ્યા ભયાનક દ્રશ્યો! વીડિયો થયો વાયરલ

તેમણે વધુમાં કહ્યું કે, ચહેરાની સાચી સુંદરતા અને દીર્ઘાયુ માટે સૌથી સસ્તી અને અસરકારક દવા યોગ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પહેલના કારણે દેશના કરોડો નાગરિકોને યોગસાધનાની પ્રેરણા મળી છે.

Dark Chocolate and Berries: ડાર્ક ચોકલેટ અને બેરીઝથી વધશે યાદશક્તિ, સ્ટ્રેસ પણ થશે ઓછો – સ્ટડીમાં થયો ખુલાસો
Vitamin D Deficiency India: આકરો તડકો હોવા છતાં ભારતીયોમાં કેમ થાય છે વિટામિન-ડીની ઉણપ? જાણો આ 3 સામાન્ય ભૂલો
Post-Diwali Immunity Tips: દિવાળી પછી હવામાનમાં અચાનક ફેરફારથી ઇમ્યુનિટી નબળી પડી શકે છે, રાખો આ બાબતોનું ખાસ ધ્યાન
COVID Sperm RNA Changes: કોરોના વાયરસથી બદલાઈ ગયા પુરુષ ના સ્પર્મ, સ્ટડી માં સંતાન ને લઈને થયો ચોંકાવનારો ખુલાસો
Exit mobile version