News Continuous Bureau | Mumbai
Food For Eye Health: આંખ આપણા શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. આ કારણથી તેના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો થોડી બેદરકારી રાખવામાં આવે તો આપણી દુનિયા અંધકારમય બની શકે છે. એવા ઘણા લોકો છે જેઓ નબળી દ્રષ્ટિને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે, વૃદ્ધાવસ્થા સુધી તમારી આંખોની રોશની સારી રહે તો તમારે તમારી ડાઈટ અને લાઈફસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખવું પડશે. અમે તમને આવા જ કેટલાક ખાદ્યપદાર્થો વિશે માહિતી આપી રહ્યા છીએ જે આંખોના સ્વાસ્થ્ય માટે સારા છે. અને પરિવારના લોકોને પણ ખવડાવો, ચાલો જાણીએ તેમના વિશે…
આંખો માટે ફાયદાકારક છે આ ફૂડ આઈટમ્સ
1. આંખોની રોશની માટે તમારે અત્યારથી જ તમારી ડાઈટમાં બદામનો સમાવેશ કરવો જોઈએ. તે વિટામિન A અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ આંખોના સ્વાસ્થ્ય માટે સારી છે. તમે રોજ સવારે 5 થી 6 પલાળેલી બદામ ખાઈ શકો છો.
2. તમે તમારી ડાઈટમાં શક્કરિયાને પણ સામેલ કરી શકો છો. તેમાં બીટા કેરોટીન જોવા મળે છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આંખોની ડ્રાઈનેસ ઘટાડવામાં મદદ કરે છે.
3. યુનિવર્સિટી ઓફ મિયામી દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટીન મળી આવે છે જે આંખોને સ્વસ્થ રાખે છે. તે રેટિનલ હેલ્થને ઈમ્પ્રૂવ કરવામાં મદદરૂપ છે. જેના કારણે આંખોની રોશની જળવાઈ રહે છે.
આ સમાચાર પણ વાંચો: ટાટા ગ્રુપની આ બે કંપનીના શેરોમાં સતત તેજી, જાણો કઈ છે બે કંપનીઓ
4. કઠોળને પણ તમારી ડાઈટનો ભાગ બનાવો. તેમાં બાયો ફ્લેવોનોઈડ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે જે આંખોના રેટિનાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
5. તમારે તમારી ડાઈટમાં ખાટા ફળોને સ્થાન આપવું જ જોઈએ. સંતરા, દ્રાક્ષ અને લીંબુ જેવા ફળોનો સમાવેશ કરો. તેનાથી તમારી આંખોની રોશની જળવાઈ રહેશે. તમારી આંખ સ્વસ્થ રહેશે. હકીકતમાં ખાટા ફળોમાં વિટામિન સી અને વિટામિન એ જોવા મળે છે જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. તે મોતિયાને રોકવા માટે પણ સારું માનવામાં આવે છે.
6. મગફળીમાં વિટામિન A હોય છે જે આંખોને ફ્રી રેડિકલ ડેમેજથી બચાવવામાં મદદ કરે છે. આ સિવાય પાલક પણ આંખોના સ્વાસ્થ્ય માટે સારુ હોય છે. તમે તેને દાળમાં નાખીને ખાઈ શકો છો અથવા શાક તરીકે ખાઈ શકો છો અથવા તેનો જ્યુસ પણ પી શકો છો.
7. તમારી ડાઇટમાં માછલીનો સમાવેશ કરવો જોઈએ. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે મોતિયાના જોખમને ઘટાડવા માટે જાણીતું છે. ઓમેગા 3 ફેટી એસિડના શ્રેષ્ઠ સ્ત્રોતમાં ટ્યૂના, કોડ, સૅલ્મોનનો સમાવેશ થઈ શકે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર માછલીનું સેવન કરવાથી આંખોને પોષણ મળી શકે છે.