અરદેશર ખબરદારની કવિતા ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ આજે પણ છે લોકપ્રિય- વાંચો તેમના જીવન વિશે

ખબરદાર અરદેશર ફરામજીનો જન્મ ગુજરાતના દમણ ગામમાં ૬ નવેમ્બર ૧૮૮૧ના રોજ થયો હતો. જે જાણીતા ગુજરાતી લેખક હતા.

by NewsContinuous Bureau
Ardeshar Khabardar

News Continuous Bureau | Mumbai 

ખબરદાર અરદેશર ફરામજી ગુજરાતી કવિ, વિવેચક, નાટ્યકકાર હતા. તેમની ગુજરાતી કવિતા જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત અત્યંત લોકપ્રિય બની છે.

 

ખબરદાર અરદેશર ફરામજીનો જીવનકાળ

ખબરદાર અરદેશર ફરામજી(Ardeshar Khabardar)નો જન્મ ગુજરાતના દમણ ગામમાં ૬ નવેમ્બર ૧૮૮૧ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષણ દમણમાં પૂર્ણ કર્યા પછી તેમણે માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી લીધું. કૉલેજમાં અભ્યાસની તકથી વંચિત રહ્યા પછી ૧૯૦૯માં મદ્રાસ ‍(હવે ચેન્નઈ) માં મોટર-સાઈકલના સામાનનો ધંધો શરૂ કર્યો. તેઓ મદ્રાસ અને પછી મુંબઈમાં સ્થાયી થયા. ૧૯૨૪માં અંધેરી, મુંબઈની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ(Gujarati Sahitya Parishad)ના પ્રમુખ રહ્યા હતા. ૩૦ જુલાઇ ૧૯૫૩ના રોજ મદ્રાસમાં તેમનું અવસાન થયું હતું

 

મલબારીનાં કાવ્યરત્નો

મલબારી બહેરામજી મહેરવાનજીના કાવ્યગ્રંથોમાંથી અરદેશર ફરામજી ખબરદારે ચૂંટી કાઢેલી કવિતાઓનો સંગ્રહ. એમાં ઈશ્વરસ્તુતિ અને કુદરત, સ્નેહ સંબંધી, સંસારસુધારો, સ્વદેશસેવા સંબંધી, નીતિ સંબંધી, નામાંકિત મનુષ્યો સંબંધી, સંસારની વિચિત્રતા, ઈશ્વરજ્ઞાન અને ભક્તિ, હિંદી કાવ્યો, પારસી શૈલીનાં કાવ્યો વગેરે શીર્ષકો હેઠળ કુલ ૧૬૮ જેટલી રચનાઓ સમાવી છે. આ કવિની રચનાઓ(kavi ni rachna)માં સુધારક, વિચારક અને નીતિવાદી છાયાઓ જોવાય છે. પ્રારંભમાં શામળ અને દલપતરામની ભાષાનો ભાસ, છતાં પછીથી શિષ્ટ ગુજરાતીની પ્રૌઢ એમની રચનાઓમાં પ્રગટેલી. સંસારસુધારો અને દેશભક્તિ એમનાં ઘણાંખરાં કાવ્યોનાં મૂળ છે.

 

ગુજરાતી કવિતાની રચનાકળા (૧૯૪૧) અરદેશર ફરામજી ખબરદારનો વિવેચનગ્રંથ. 

ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા અંતર્ગત અપાયેલાં પાંચ વ્યાખ્યાનોનો એમાં સમાવેશ છે. કે.હ.- ધ્રુવ પછી પદ્યરચના પરની આ બીજી મહત્ત્વની આલોચના છે. કવિતાનું અને કવિતારચનાનું મૂળ, પ્રાચીન-અર્વાચીન ગુજરાતી કવિતામાં પદ્યવિકાસ, અર્વાચીન કવિતાનાં વિદેશી પદ્યસ્વરુપો અખંડ પદ્યની રચનાના પ્રયોગો અને તેનું સંશોધન તેમ જ કવિતા(poetry)ની રચનાવિધિ અને ભાષાસરણી એમ કુલ પાંચ રેખામાં આનું વિભાજન છે. ભ્રામક અને પૂર્વગ્રહયુક્ત એકપક્ષી અભિગમ, નિરર્થક તીખાશ અને કટુતા તેમ જ કટુપ્રહારોને બાદ કરતાં સાદી અને સરલ શૈલીએ લખાયેલા, એક જ વિષય પરના સળંગ ગ્રંથ તરીકે આનું ઐતિહાસિક મહત્ત્વ(Historical significance) છે.

 

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More