Bhagwan Das : 1869 માં આ દિવસે જન્મેલા, ભગવાન દાસ ભારતીય થીઓસૉફિસ્ટ અને સામાજિક કાર્યકર હતા. એની બેસન્ટ સાથે મળી તેઓએ ’સેન્ટ્રલ હિંદુ કોલેજ’ની સ્થાપના કરી જે પછીથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય બન્યું. ભગવાન દાસે તે પછી કાશી વિદ્યાપીઠની પણ સ્થાપના કરી અને આ રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયનાં વડા તરીકે સેવા આપી. તેમને ૧૯૫૫માં ભારત રત્નથી સન્માનવામાં આવ્યા. ભગવાન દાસ સંસ્કૃતનાં વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને હિંદીમાં ૩૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા.