News Continuous Bureau | Mumbai
Mammootty: 1951 માં આ દિવસે જન્મેલા,મામૂટી કે મુહમ્મદ કુટ્ટી એક પુરસ્કાર વિજેતા ભારતીય અભિનેતા ( Indian Actor ) છે. મામૂટી મુખ્યત્વે મલયાલમ ચિત્રપટમાં ( Malayalam movie ) કામ કરે છે. લગભગ 25 વર્ષથી વધુ વિસ્તરેલી તેમની કારકિર્દીમાં, તેમણે મુખ્ય અભિનેતા તરીકે 300થી વધુ ચલચિત્રોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને મુખ્ય કલાકાર અને સાથી કલાકાર તેમ બંને પ્રકારના ચિત્રપટમાં સફળ નીવડ્યા છે. મુખ્ય અભિનેતા મામૂટીને તેના અભિનય માટે ઘણા અગ્રણી પુરસ્કારો મેળવ્યા છે. જેમાં શ્રેષ્ઠ અભિનેતાની કક્ષામાં ત્રણ નેશનલ એવોર્ડ્સ, ચાર સ્ટેટ એવોર્ડ્સ અને આઠ ફિલ્મફેર એવોર્ડ્સનો સમાવેશ થાય છે. 1998માં, ભારત સરકારે ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને પદ્મ શ્રી થી સન્માનિત કર્યા હતા.