HN Golibar : 1949 માં આ દિવસે જન્મેલા, એચ.એન. ગોલીબાર અથવા ભોલાભાઈ ગોલીબાર, જેઓ તેમના ઉપનામ એટમ ગોલીબારથી પણ જાણીતા છે, તેઓ ગુજરાતી સાપ્તાહિક ચક્રમ ચંદનના ( Chakram Chandan ) સંપાદક છે. તેઓ ગુજરાતી રોમાંચક નવલકથાકાર ( Gujarati thriller novelist ) તરીકે પણ જાણીતા છે અને મુખ્યત્વે તેમણે ગુન્હા આધારિત નવલકથાઓ લખી છે. ગુજરાતી દૈનિક નવગુજરાત સમયમાં તેઓ ગજબ સવાલો નામની અઠવાડિક કટાર લખે છે, જેમાં તેઓ વાચકોના સવાલોના હાસ્યમય ઉત્તરો આપે છે.