Satya Vrat Shastri : 1930 માં આ દિવસે જન્મેલા સત્ય વ્રત શાસ્ત્રી ભારતીય સંસ્કૃત વિદ્વાન ( Sanskrit scholar ) , લેખક, વ્યાકરણકાર અને કવિ હતા. તેમણે ત્રણ મહાકાવ્ય, ત્રણ ખંડકાવ્ય, એક પ્રબંધકાવ્ય અને એક પત્રકાવ્ય અને પાંચ કૃતિઓ સંસ્કૃતમાં વિવેચનાત્મક લેખનમાં લખી. તેમની મહત્વની કૃતિઓ રામકીર્તિમહાકાવ્યમ, બ્રહત્તરમ ભારતમ્, શ્રીબોધિસત્વચરિતમ, વૈદિકા વ્યાકરણ, સરમણ્યદેશહ સૂત્રમ વિભાતિ, અને “સંસ્કૃત ખજાનાની શોધ” સાત ભાગમાં છે.